ઇકબાલગઢ ખાતે આવેલી ઉત્તરગુજરત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર જે.એમ. ઝાલાની બદલી થતાં ખેડૂતોમાં નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-29 11:50:13
  • Views : 239
  • Modified Date : 2022-08-29 11:50:13


અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખાતે આવેલી ઉત્તરગુજરત વીજ કંપનીની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ઇજનેર જે.એમ. ઝાલાની બદલી થતાં ખેડૂતોમાં નારાજગી જન્મી છે. એક કર્મનિષ્ઠ અને લોકોની વીજ બાબતે ખાસ ધ્યાન આપી સતત ફિલ્ડમાં રહેતા એવા જુનિયર ઇજનેરની બદલી અન્ય જગ્યાએ થયેલ છે તેઓને તાત્કાલિક ઇકબાલગઢ ખાતે પરત ફરજ પર લાવવાની માગ કરવામાં આવી છે.


અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ અને દરેક ગામોની પંચાયતોના સરપંચના પોતાના લેટરપેડ ઉપર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા માટે અધિક્ષક ઇજનેરની ઑફિસ પાલનપુર ખાતે ધસી આવ્યા હતા અને લોકોની વીજ બાબતે ખાસ ધ્યાન દોરી તાલુકાને અંધારપટ માંથી મુક્ત કરનાર કર્મનિષ્ઠ એવા જુનિયર ઇજનેર જે એમ ઝાલા ની બદલી પરત ઇકબાલગઢ ખાતે કરવા જોરદાર રજૂઆત કરી હતી.


Download Our B K News Today App



Related News