મે કલ ભી ભાજપ મેં થા ઔર આજ ભી હો શકતા હું ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં એક વાયરલ મેસેજે જુની યાદો તાજી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 10:43:39
  • Views : 908
  • Modified Date : 2021-02-04 10:43:39

ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની જેમ ઘણા કોંગ્રેસી કાર્યકરો ભાજપના આગેવાનો સાથે જાેડાઈ વાતચીત કરતા હોય તેવા આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. આવા સમયે ૧૯૯૪માં જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના પ્રદેશ મહામંત્રીની ભૂમિકામાં હતા તે સમયે ૧૯૯૪ માં પાલિકાની ચૂંટણીમાં અત્યારે કોંગ્રેસના કહેવાતા દિગ્ગજ નેતા વિપુલ ભોગીલાલ શાહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડયા હતા અને જીત્યા પણ હતા. એવું મનાય છે કે આ ચૂંટણીમાં કદાચ ફરી ભાજપમાં કેટલાંક ચહેરાઓ જે ૧૯૯૪ ની લીસ્ટમાં છે તેમાંથી ત્રણેક ઉમેદવારો આ વખતે પણ ભાજપ તેમને મોકો આપે તેવું લાગે છે. આમ જાે વિપુલભાઈ શાહ કોંગ્રેસ છોડી ભાજપમાં જાેડાય તો તેમની ઘરવાપશી થાય તેવું જ મનાય. આમ આ વાયરલ મેસેજમાં જુની યાદો તાજી થઈ.
તે સમયે ચૂંટણીના માહોલમાં નરેન્દ્રભાઈ મોદીએ ડીસાના આગેવાનોને જાહેરમાં પૂછયું હતું કે કોઈ ગવાડીમાંથી માઈનો લાલ છે જે ચૂંટણી લડે.
આ વાતને હાલ લંડન સ્થાઈ થયેલા સ્નેહલભાઈ મહેતાએ ઉપાડી લીધી અને એ સમયે ગવાડીમાંથી તેમણે એટલે કે વોર્ડ નં. ૧૧ માંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા.

Download Our B K News Today App



Related News