1 ઓક્ટોબરથી જંગલ સફારી ખૂલશે , 1 કલાકમાં 50 પ્રવાસી જઈ શકશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-26 11:42:37
  • Views : 613
  • Modified Date : 2020-09-26 11:42:37

      સ્ટેચ્યુ ઓફ યુનિટિ નજીક બની રહેલા સરદાર પટેલ ઝુઓલોજિકલ પાર્કને આગામી 1, ઓક્ટોબરથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હાલની કોરોનાની સ્થિતિને જોતાં એક કલાકમાં માત્ર 50 પ્રવાસીઓને જ પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે. તેના માટે માત્ર ઓનલાઈન બૂકિંગ કરાવી પ્રવાસીઓ આવી શકશે. 15 ઓક્ટોબરથી ફ્લાવર ઓફ વેલી, કેક્ટર્સ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગ્લો ગાર્ડન પ્રવાસીઓ માટે શરૂ થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે 18 ફેબ્રુઆરીએ ટ્રાયલ રન માટે પ્રવાસીઓ માટે ખુલ્લુ મુક્યા બાદ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોના કાળમાં છ મહિનાથી બંધ જંગલ સફારી પાર્ક હવે કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે 1, ઓક્ટોબરથી શરૂ કરવામાં આવનાર છે. જે અંગેની સેંન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હીની મંજૂરી પણ મળી ગઈ છે. હાલ જંગલ સફરી પાર્કમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુલ 375 એકરમાં ફેલાયેલા જંગલ સફારી પાર્કમાં 62 જાતનાં દેશી-વિદેશી 1500 પ્રાણીઓ- પક્ષીઓ છે. ત્યારે સફારી પાર્કમાં વાઘ, સિંહ, ગેંડો, જીરાફ, ઝિબ્રા જેવા પશુ-પક્ષીઓને જોવાનો લાભ લઈ શકશે.

આ અંગે જંગલ સફારી પાર્કના ડાયરેક્ટર રામરતન નાલાએ જણાવ્યું હતું કે, 1 ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનારા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવશે. પાર્કનો સમય સવારે 8થી સાંજે 5 સુધીનો રહેશે. પ્રવાસીઓ 65 વર્ષથી વધુ વયના વડીલો અને 10 વર્ષથી નાની વયનાં બાળકને ન લાવે તેવો અનુરોધ છે. શરુઆતના તબક્કામાં ઓનલાઇન ટિકિટ બૂકિંગ કરીને આવતા પ્રવાસીઓને પ્રવેશ મળશે.

Download Our B K News Today App



Related News