5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ : રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષકે પર્યાવરણ દિવસ નિમિત્તે અનોખો સંદેશ આપ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:22:51
  • Views : 215
  • Modified Date : 2022-06-06 11:22:51

 

 ડીસાના ચિત્ર શિક્ષક અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા ચંદુભાઈ મોઢ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે લોકજાગૃતિના ભાગરૂપે જાહેર રસ્તા ઉપર બનાવેલ દીવાલો પર પર્યાવરણ બચાવો ના સંદેશા સાથે પેઇન્ટિંગ કરવામાં આવી હતી.

 

વિશ્વ પર્યાવરણ દિવસ છે આજના દિવસે લોકો પર્યાવરણને બચાવવા માટે ઠેરઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહ્યા છે આજે જે પ્રમાણે દિવસેને દિવસે સ્ટ્રકચરનું પ્રમાણ વધી રહ્યું છે તેની સામે દિવસેને દિવસે પર્યાવરણ ઘટી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે આજે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાના શિક્ષકે પર્યાવરણ દિવસ નિમિત્તે લોકજાગૃતિના ભાગરૂપે અનોખી પહેલ શરૂ કરી છે ડીસાના ચિત્ર શિક્ષક ચંદુભાઈ મોઢ દ્વારા પર્યાવરણને બચાવવા માટે આજે ડીસા મામલતદાર કચેરી ખાતે આવેલ દીવાલો પર પર્યાવરણ બચાવવા માટે ચિત્રો દોરવામાં આવ્યા હતા મામલતદાર કચેરી ખાતે રોજના અસંખ્ય અરજદારો આવતા હોય છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે લોકો જાગૃત થાય તે હેતુથી આજે તમામ દીવાલો પર ચંદુભાઈ મોટી દ્વારા પર્યાવરણ બચાવો ના ચિત્ર દોરવામાં આવ્યા હતા આજે પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ લોકો આ અભિયાનમાં જોડાય તે માટે પણ ચંદુભાઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી

Download Our B K News Today App



Related News