જૂનાગઢ: ઝાંઝરડા વિસ્તારમાં વરસાદ પડવાથી ભૂવો પડ્યો,સ્થાનિકોમાં રોષનો માહોલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-25 16:58:55
  • Views : 50
  • Modified Date : 2024-06-25 16:58:55

જૂનાગઢના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢમાં માત્ર 2 ઈંચ વરસાદમાં જ તંત્રની કામગીરીની પોલ ખુલી છે. જૂનાગઢના ઝાંઝરડા વિસ્તારમાં માત્ર થોડા વરસાદમાં જ ભૂવા પડ્યા છે. ભૂગર્ભ ગટર પરનો સિમેન્ટનો પેસ વર્ક તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે. તંત્ર કામગીરીના ખોટા દાવા કરતા હોવાના સ્થાનિકોના આરોપ લગાવી રહ્યા છે. મનપાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ હજુ ભર નિંદ્રામાં હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.સુરેન્દ્નનગરમાં સામાન્ય વરસાદમાં શહેરની સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે. હોસ્પિટલના ICU વોર્ડ, ઓક્સિજન વિભાગ અને જનરલ વિભાગ બહાર પાણી ભરાયા છે. સામાન્ય વરસાદમાં હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓને પણ હાલાંકીનો સામનો કરવો પડ્યો છે.

Download Our B K News Today App



Related News