જુનાગઢ ની કેસર નું ગાંધીનગરમાં આગામી સપ્તાહથી કેસર કેરીનું આગમન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 18:05:32
  • Views : 848
  • Modified Date : 2020-04-25 18:05:32


સામાન્ય રીતે ઉનાળા દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં કેસર કેરી મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતની સ્થિતિમાં કેસર કેરી મહોત્સવનું આયોજન શક્ય નથી. પરંતુ રાજ્ય સરકારે જૂનાગઢના કેસર કેરીના ઉત્પાદકોને ૩ મેથી અમદાવાદ-ગાંધીનગરમાં હોમ ડિલિવરી કરવાની મંજૂરી આપી દીધી છે.આ કેસર કેરીનો ઓર્ડર વોટ્સએપ-ફેસબૂક દ્વારા લેવામાં આવશે. કોરોના વાયરસની તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે તેવી બાહેંધરી મળ્યા બાદ જ અમદાવાદ કલેક્ટર દ્વારા કેસર કેરીની હોમ ડિલિવરી માટે મંજૂરી અપાશે.પ્રવર્તમાન સ્થિતિને પગલે આ વખતે ઉનાળામાં કેસર કેરી ખાવા મળશે કે કેમ તેને લઇને આશંકા દૂર થઇ ગઇ છે. અમદાવાદ-ગાંધીનગરમાં ૩ મેથી જૂનાગઢની કેસર કેરી ઘેર બેઠા પહોંચાડવાની મંજૂરી રાજ્ય સરકાર દ્વારા કેસર કેરીના ખેડૂતોને આપવામાં આવી છે.આ કેસર કેરીનો સ્ટોક અમદાવાદ પાસેના સનાથલ ખાતે ખેતરમાં રાખવા માટે મંજૂરી આપવામાં આવેલી છે.સનાથલથી મિની પિક અપ વાન દ્વારા કેસર કેરી પહોંચાડાશે. જેના માટે કલેક્ટર કચેરી દ્વારા પાસ અપાશે. જોકે, આ હોમ ડિલિવરી સપ્તાહમાં માત્ર બે દિવસ કરાશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના સહયોગથી જૂનાગઢના ખેડૂતો વર્ષ ૨૦૦૯થી અમદાવાદમાં કેરીનું સીધું વેચાણ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News