જૂનાગઢના મહાશિવરાત્રિના મેળામાં સતત ત્રીજા દિવસે ભાવિકો ઊમટી પડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-20 17:39:05
  • Views : 387
  • Modified Date : 2020-02-20 17:39:05

જૂનાગઢના ગીરનારની ગોદમાં ભવનાથના સાંનિધ્યે સોમવારથી શરૂ થયેલા મહાપર્વ મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ત્રણ લાખથી વધુ ભાવિકો ઉમટતા મેળાનો રંગ અને ભક્તિ અને શ્રધ્ધાનો ઉમંગ જોવા મળ્યો હતો. જયારે એસ.ટી., ટ્રેન અને ખાનગી વાહનોમાં ભાવિકોનો પ્રવાહ ભવનાથ ભણી જવા માટે ગીરીનગર જૂનાગઢમાં આવતા મહાનગરમાં પણ મનખાનો મેળો જોવા મળ્યો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.આમ મહાશિવરાત્રીના મેળાના ત્રીજા દિવસે ૨૫૦ થી વધુ અન્નક્ષેત્રો અને સંતોના આશ્રમમાં હરિહરનો સાદ પડતાની સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. મહાપર્વ ઉજવવા દેશ વિદેશમાંથી ભાવિકો ઉમટી રહ્યા છે. તેમાં પણ ખાસ મહાશિવરાત્રીના પાવન  દિવસે શુક્રવારે સમીસાંજે સંતોની શાહી રવાડી અને ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાનનું અનેરૂં મહાત્મ્ય હોય તેનો લ્હાવો લેવા સૌ કોઇ ભાવિકો આતૂર બન્યા છે. ત્યારે બીજી બાજુ  ભાવિકોની સંખ્યા વધતા દામોદર કુંડ, ભવનાથના પ્રવેશ દ્વાર સહિત વિસ્તારોમાં પોલીસનું બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો હતો તો બીજી બાજુ આરોગ્ય, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓમાં પણ વધારો કરાયો હતો. 

 

Download Our B K News Today App



Related News