જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભૂતળી ગામમાં દિપડો પાંજરે પૂરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 17:01:27
  • Views : 1109
  • Modified Date : 2019-11-24 17:01:27

જુનાગઢ જિલ્લાના વિસાવદરના ભૂતળી ગામે છેલ્લા બે દિવસથી તરખાટ મચાવનાર દિપડો છેવટે  પાંજરે પૂરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. જેમાં ભૂતળી ગામમાં છેલ્લા બે દિવસ પૂર્વે ગામની વચ્ચે જ એક વાછરડાનું મારણ કર્યુ હતું અને બીજુ મારણ વાડી વિસ્તારમાં કરતા હોવાની જંગલ ખાતાને જાણ કરાતાં  જંગલ ખાતા દ્વારા ભીખાભાઈ અરજણભાઈ વાંસાણીનાં ખેતરમા કપાસની વચ્ચે પાંજરું મુકવામાં આવે.  જે પાંજરું મુક્યાની ગણતરીના કલાકોમાં ૭ થી ૮ વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. આમ છેલ્લા ઘણા સમયથી વિસાવદર તેમજ આજુબાજુના વિસ્તારમાં માનવભક્ષી દીપડાએ લોકો પર હુમલા કર્યાના બાનાવમા વધારો થયો હતો. જેના કારણે લોકોમાં વન વિભાગ સામે આક્રોશ ફેલાયો હતો અને લોકો ઉપવાસ પર ઉતરી ગયા હતા તેમજ ખેડૂતો અને સરપંચો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યા હતા. જેમના કારણે વન વિભાગ તુરંત હરકતમા આવી ગયું હતું. આમ વન વિભાગ દ્વારા દિપડાને પકડી લેવાના આદેશ આપ્યા  બાદ  ટૂંકસમયમા અલગ અલગ સ્થળેથી પાંચથી વધુ દિપડાઓને પકડી લેવાં આવ્યા છે. જેમાં વર્તમાન સમયમાં  અલગ અલગ સ્થળે પાંજરાઓ મુકવામા આવ્યા હોવાનું જાણવા મળેલું છે. જેમાં વન વિભાગની કામગીરીથી લોકોમાં રાહત જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News