પાલનપુર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશથી ફફડાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-27 11:16:27
  • Views : 468
  • Modified Date : 2019-11-27 11:16:27

પાલનપુર નગર પાલિકા દ્વારા બારડપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જ્યાં મંગળવારે પાકું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ઓન લાઇન રજૂઆતના પગલે દબાણો દૂર કરવામાં આવનાર હોઈ દબાણ કર્તાઓમાં ભારે ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાક લોકો દ્વારા
પોતાના પ્લોટ બહાર તો કેટલાકે સરકારી જમીનો ઉપર કાચા-
પાકા દબાણો કરી દીધા છે. આ અંગે સ્થાનિક નાગરિકો દ્વારા નગરપાલિકામાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક તંત્ર વામણું
પુરવાર થયું હોઈ દબાણો હટાવવામાં આવ્યા નથી. આથી કંટાળીને લોકો દ્વારા મુખ્યમંત્રી ઓન લાઇન ફરિયાદ નિવારણમાં રજૂઆતો કરવી
પડી રહી છે. જ્યાં શહેરના બારડપુરા વિસ્તારમાં પણ કેટલાક શખ્સોએ પાકા દબાણો કરી દીધા હતા. જે દૂર કરવા માટે સ્થાનિક લોકો દ્વારા મુખ્યમંત્રી ઓનલાઈન રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આ દબાણો દૂર કરવા માટે હુકમ કરવામાં આવતા પાલનપુર નગરપાલિકાની ટીમ દ્વારા મંગળવારે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંર્તગત એક પાકું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જ્યાં આગામી સમયમાં પણ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રાખવાની હોઈ અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.

Download Our B K News Today App



Related News