થરામાં ઇદે-મિલાદ નિમિતે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 12:25:32
  • Views : 463
  • Modified Date : 2019-11-11 12:25:32

કાંકરેજ તાલુકાના વહેપારી મંથક થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા હજરત મહમંદ
પયંગબરનો મુસ્લિમ સન હિજરી વર્ષ પ્રમાણે ૧૪૪૭માં જન્મ દિવસે જુલુસ કાઢવામાં આવેલ.
સમગ્ર ભારતભરના તમામ રાજયો, જિલ્લાઓ, તાલુકાઓ,  શહેરોમાં  તા.૧૦-૧૧-૨૦૧૯ને રવિવારના રોજ સવારે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય ઠેર-ઠેર જુલુસ કાઢવામાં આવ્યો હતો. એવી જ રીતે રવિવારના રોજ સવારના ૧૧ કલાકે  થરામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો. આ જુલુસમાં કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા. મુસ્લિમ સમાજના બિરાદરો બેન્ડવાજા સાથે બાઇક રેલી, ઉંટલારી દ્વારા તેમજ
પગપાળા ચાલતા તમામ મુસ્લિમ સમાજના બિરાદરો જુલુસમાં વિશાળ સંખ્યામાં જોડાયા હતા. અને એક બિજાને ગળે ભેટી ઇદેમિલાદની શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર મુસ્લિમ થરા વિસ્તારમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. હજરત મહંમદ
પયંગબરના જન્મ દિવસે ઇદેમિલાદ નિમિતે દાવત ઇસ્લામી અને મુસ્લિમો દ્વારા જુલુસ ભવ્યાતીભવ્ય રીતે કાઢવામાં આવ્યો હતો. તેમાં થરાના તેમજ આજુબાજુના વિસ્તારના હિંન્દુ- મુસ્લિમ સમાજના બિરાદરો, ભાઇઓ, યુવાનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ જુલુસ મેઇન મસ્જિદથી બહુચર માતાજી મંદિર, સોની બજાર, વાળીનાથ મંદિર, નગરપાલીકા રોડ,  જૂની શાકમાર્કેટ, મેઇન બજાર, હાઇસ્કૂલ રોડ, તેરવાડીયાવાસ,  વાઘરી વાડી થઇને નિજ મસ્જિદે પહોંચી હતી. તેમાં થરા પોલીસ સ્ટાફ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જુલુસ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો.
  આ જુલુસમાં થરા મસ્જિદના પેસ ઇમામ મૌલાના અબ્દુલ સમદ અકબરી, મુતવલ્લી અમીભાઈ મેમણ, વકીલ રફીકભાઈ  મનસુરી, મયુદિનભાઈ એ. મોરવાડીયા, જમાલખાન કરીમખાન ઘોરી, સુલતાનશા એચ. કોઠારી, ઘોરી રમઝાનખાન, મુકદરશા કાદરશા કોઠારી, ઈરફાન એસ. કોઠારી, સિકંદરભાઇ ફકીર, નાસીર ધોબી, અયુબભાઇ ધોબી, ફિરોજભાઈ ધોબી, સમરતખાન,  રૂસ્તમખાન, અબ્દુલભાઇ આઈ. મોરવાડીયા, ઉંમરભાઈ આઈ. મોરવાડીયા તેમજ થરા સુન્ની જમાતના મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News