સિદ્વપુરમાં ખુલ્લેઆમ રમાતા જુગારનો વીડિયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 10:53:01
  • Views : 279
  • Modified Date : 2020-10-21 10:53:01

માતૃશ્રાધ્ધ માટે જાણીતા પવિત્ર સિધ્ધપુરમાં કેટલાક સમયથી જુગારના અડ્ડા ધમધમતા આ યાત્રાધામમાં સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન સાબિત થઈ રહ્યા છે. અહીંના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ જુગાર રમતો
હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પાટણ જિલ્લાના યાત્રાધામ સિધ્ધપુરમાં જુગારની બદી કેટલી હદે ફાલીફૂલી છે. તેનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જુગાર રમવાના આદી બની ગયેલા લોકો પોલીસના ખૌફ વગર ખુલ્લેઆમ બિન્દાસ જુગાર રમતા જાેવા મળી રહ્યા છે. અહીંના ઝાંપલી પોળ, મુખ્ય બજારમાં પાણીની ટાંકી પાસે, એસટી સ્ટેન્ડ પાસે, ટાવર પાસે તેમજ અશોક સિનેમા નજીક ૧૦ થી ૧ર લોકો જુગારના અડ્ડા રોડ ઉપર બેસીને ખુલ્લેઆમ ચલાવી રહ્યા છે. આ જુગારના અડ્ડા ઉપર જુગાર રમવાના આદી બનેલા અંદાજે ર૦૦ થી ૩૦૦ માણસો હાર-જીતનો લાખો રૂપિયાનો જુગાર રમી રહ્યા છે. સિધ્ધપુરમાં આ વીડિયો વાયરલ થયો છે. ત્યારે એવી પણ ચર્ચા છે કે, જહીરખાન ઉસ્માનખાન પોલાદી અને કૈયુમખાન ઉસ્માનખાન પોલાદીના અડ્ડા હોવાનું ખુલ્લેઆમ બોલાય છે. સિધ્ધપુરમાં ચાલી રહેલા આ અડ્ડા ચાર માસથી ખુલ્લેઆમ ધમધમતા હોવાનું કહેવાય છે. જેને કોઈની રોક ટોક નથી. પાટણ જિલ્લા પોલીસ વડાએ કેટલાક જુગારના અડ્ડા બંધ કરાવ્યા છે તો આ અડ્ડા કોના આશીર્વાદથી ચાલી રહ્યા છે. તેને લઈને પ્રશ્ન ઉઠ્યો છે. ત્યારે ખુલ્લેઆમ રમાતા જુગારના અડ્ડાઓ આ વીડિયો વાયરલ થવાથી ભારે ચર્ચામાં છે.

Download Our B K News Today App



Related News