થરામાંથી સાત જુગારીયા પકડી પાડતી થરા પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:27:46
  • Views : 1088
  • Modified Date : 2019-05-21 11:27:46

 બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલનાઓની તથા પી.એચ.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદરનાઓ તથા વાય.એમ.મિશ્રા સર્કલ પોલીસ ઈન્સપેક્ટર શિહોરી નાઓએ થરા પો.સ્ટે પ્રોહી-જુગારની પ્રવૃતિ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના કરતા થરા પો.સ્ટે.ઈન્ચાર્જ પો.સ.ઈ.પી.જે.જેઠવા જયંતિભાઈ ધર્માભાઈ,
વસંતકુમાર નટવરભાઈ, જીતેન્દ્રકુમાર રાજાભાઈ,
સુરેશકુમાર જીતાભાઈ થરા પો.સ્ટે. વિસ્તારમાં  પ્રોહી જુગાર અંગે પ્રેટ્રોલિંગમાં હતા. દરમિયાન પો.સ.ઈ.ને મળેલ હકીકત આધારે ગોગા શેરીના ખુલ્લા ચોકમાં કેટલાંક ઈસમો જાહેરમાં પૈસા પાનાથી જુગાર રમતા (૧) વસંતભાઈ ગાંડાભાઈ નાઈ રહે.થરા વાળીનાથ મંદિરની સામે તા. કાંકરેજ (ર) પરેશકુમાર સોમાલાલ શાહ રહે.
ભક્તિનગર થરા. તા.કાંકરેજ (૩) ભરતજી ચેનાજી ઠાકોર રહે. ઘાંઘોસવાસ થરા તા.કાંકરેજ (૪) કનુભા રમાજી ઠાકોર રહે. મૈડકોલ તા.કાંકરેજ (પ) કાંતિજી વિરચંદજી ઠોકોર રહે.રૂણી તા.કાંકરેજ (૬) મુકેશજી જારાજી ઠાકોર રહે. વજેગઢ થરા તા.કાંકરેજ (૭) મયુરભાઈ જયંતિભાઈ દરજી રહે.થરા ગંજ બજાર તા.કાંકરેજવાળાઓ ગંજીપાના વડે ગે.કા.વગર પાસ પરમીટે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રોકડ રકમ રૂ.૧ર,૩૭૦/- તથા મોબાઈલ નંગ-૪ કિં.રૂ.ર૦૦૦/-  ગંજીપાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ એમ મળી કુલ કિં.રૂ.૧૪,૩૭૦/- ના મુદ્દામાલ સાથે સાતેય ઈસમો પકડાઈ ગયેલ હોઈ જે તમામ ઈસમો વિરૂધ્ધમાં થરા પો.સ્ટે. જુગાર ધારા કલમ.૧ર મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News