પાલનપુરના સેમોદ્રા ગામેથી પાંચ જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 11:43:04
  • Views : 640
  • Modified Date : 2019-08-03 11:43:04

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક એ.આર.જનકાંત   તથા સર્કલ પો.ઇન્સ.અંસારીના માર્ગદર્શન હેઠળ પાલનપુર તાલુકામાંથી દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા સૂચના કરતા ગતરોજ પો.સ.ઇ. એ.એમ.
પટેલને મળેલ બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના એ.એસ.આઇ. જાકીર હુસેન, ધરમપાલસિંહ,  હિતેન્દ્રકુમાર, કરશનભાઇએ સેમોદ્રા ગામે આરોપી  વિનોદજી કુંવરજી
ઠાકોર રહે.ગઠામણ પોતાની ઇકો ગાડી  ઇકો ગાડી  નંબર જીજે ૦૮ બીએન ૯૭૭૭  તથા   સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર જીજે ૦૮ બી કયુ ૧૯૦૯ ઉપર બેસાડી આ કામના
આરોપી તલાજી હરીજી ઠાકોરરહે સેમોદ્રાના ખેતરમાં આવેલ ખુલ્લા ઢાળીયામાં લઇ જઇ  ગંજીપાનાથી હારજીત જુગાર રમી રમાડી હોઇ પોલીસ રેઇડ દરમ્યાન આરોપી (૧) અશોકકુમાર શંકરભાઇ જાતે ઠાકોર રહે.માલણ તા.પાલનપુર  (૨) ગોવિંદભાઇ અમૃતભાઇ પટેલ રહે.જુના લક્ષ્મીપુરા શેરી નં.૭ પાલનપુર (૩) હીરભા  માનસીંગભાઇ દરબાર રહે.નવા લક્ષ્મીપુરા શેરી નં.૧૪ તા.પાલનપુર (૪) કનૈયાલાલ પોપટલાલ વાÂલ્મકી રહે.મીની અંબિકાનગર ભગવતી પાર્લરની સામે.પાલનપુર (૫) મહમંદઝુબેર ઉસ્માનભાઇ શેખ રહે.જામપુરા ગઠામણ દરવાજા પાલનપુર રોકડ રકમ રૂપિયા કુલ  ૪૨૫૦૦/- તથા  મોબાઇલ નંગ.૫ કુલ કિં.રૂ. ૧૨૮૦૦/ તથા ઇકો ગાડી તથા મોટરસાયકલ સાથે કુલ કિં.રૂ.૨,૩૦,૦૦૦/ મળી કુલ કિં.રૂ.૨,૮૫,૩૦૦ ના  મુદ્દામાલ સાથે પકડાઇ જઇ આરોપી વિનોદજી કુંવરજી ઠાકોર રહે.ગઠામણ વાળો નાસી ગયેલ હોઇ તેમજ આરોપી તલાજી હરીજી ઠાકોર હાજર મળી આવેલ ના હોઇ   તેમના વિરુધ્ધ ધી જુગાર ધારા કલમ ૧ર મુજબ ધોરણસર તપાસ થવા ફરિયાદ આપેલ છે.

Download Our B K News Today App



Related News