કાણોદરમાં એક ગેરેજમાંથી જુગારધામ ઝડપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:38:21
  • Views : 503
  • Modified Date : 2020-10-10 11:38:21

આઇજીપી  જે. આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક તરુણકુમાર દુગ્ગલ પાલનપુર, બનાસકાંઠા નાઓએ બનાસકાંઠા જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબૂદ કરવા કડક અમલવારી કરવા સૂચના કરતા મદદનીશ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ
પાલનપુર સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ બી. આર.
પટેલ પો.સ.ઇ. પાલનપુર તાલુકા તથા એ. કે. દેસાઈ સેકન્ડ પો.સ.ઇ. પાલનપુર તાલુકા તથા પોલીસ સ્ટાફના કેતનકુમાર, રહીમખાન, જયેશકુમાર, ધનાજી,
દીપકભાઈ, વાઘાભાઈ વિગેરે માણસો કાણોદર ગામે હોટલ સ્વાગત ઇન સામેના શોપિંગમાં આવેલ હેપી કાર પોલીસ એન્ડ ટફ્લોન નામની દુકાનમાં રેઇડ કરતા દુકાનના કબ્જેદાર શબ્બીરભાઈ વાળા જુગાર રમતા મળી આવતા તેમના
પાસેથી રોકડ રકમ રૂ. ૨૯૫૭૦/- તથા મોબાઈલ નંગ-૦૭ કિ.રૂ. ૭૨૦૦૦/- તથા એક વાહન સાથે રૂ. ૨,૫૧,૫૭૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીઓની
ધરપકડ કરી તેમના સામે જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News