અંબાજી વિસ્તારમાંથી જુગાર રમતા કુલ સાત ઈસમોને ઝડપી પાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:39:32
  • Views : 307
  • Modified Date : 2020-12-02 11:39:32

 જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓ ના માર્ગ દર્શન મુજબ આર.જી.દેસાઈ, હેડ.કોન્સ. નરેશભાઈ, દિગ્વિજયસિંહ, રાજેશકુમાર, મહેશભાઈ,
પો.કોન્સ ઇશ્વરભાઇ, દિનેશભાઇ, રમેશભાઈ, નાથુભાઈ નાઓ અંબાજી
પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અંબાજી
હોલી ડે હોમની સામે પાટીદાર ભવનમાં કેટલાક ઇસમો તીન
પત્તીનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા સાત (૭) ઈસમોને પકડી પાડેલ. જેમાં  (૧) ભરતભાઇ છગનલાલ
પટેલ રહે.ચાણસ્મા (૨)કનુભાઈ બબલદાસ પટેલ રહે.ચાણસ્મા (૩) વિષ્ણુભાઈ મફતલાલ પટેલ રહે.ચાણસ્મા(૪) ભુપતભાઇ હરસંગ ઠાકોર રહે.ડીસા (૫)નરેન્દ્રભાઇ મંગળદાસ
પટેલ રહે.ચાણસ્મા (૬) કનુભાઈ દુધાભાઈ પરમાર રહે.ચાણસ્મા (૭)ચંદ્રકાન્ત કેશવલાલ દરજી રહે.ઉંઝાવાળા પાસેથી રોકડ રકમ રૂ.૨૭,૮૦૫/- તથા મોબાઈલ નંગ-૭ કી.રૂ.૩૧,૫૦૦/- એમ કુલ મુદ્દામાલ  કિં.રૂ.૫૯,૩૦૫/- નો મુદ્દામાલ સાથે તીન પત્તીનો જુગાર રમતા પકડાઈ ગયેલ હોઈ આ ઇસમો વિરૂધ્ધ અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News