ડીસાના જોરાપુરા ગામમાંથી જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-12 10:20:51
  • Views : 510
  • Modified Date : 2019-04-12 10:20:51

ડીસાના જોરાપુરા ગામે ગઈકાલે સાંજે ડીસા તાલુકા પોલીસની ટીમે ખાનગી બાતમીના આધારે ગામના સ્મશાન પાસે કેટલાંક ઇસમો તીનપતીનો જુગાર રમી રહ્યા છે તેવી બાતમીના આધારે રેડ કરતાં જુગાર રમતા રંગે હાથ ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસે ચાર ઈસમોની રોકડ રકમ જપ્ત કરી તેમની સામે જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં આવેલ સ્મશાનની બાજુમાં કેટલાંક ઈસમો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. તેવી બાતમી ડીસા તાલુકા પોલીસને મળતા તાત્કાલિક પોલીસ ટીમે ડીસામાં જોરાપુરા ગામે જઇ રેડ કરી હતી અને કોર્ડન કરી જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી ગંજીપાના અને મોબાઈલ રોકડ રકમ સહિત કુલ ૨૪૩૫૦ નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી (૧) રમેશ કપુરજી ઝાટ (૨) રામજી સ્વરૂપજી ઠાકોર (૩) પ્રેમજીજી શાંતિજી  ઠાકોર (૪) સોમાજી ઉમેદાજી ઠાકોર આ તમામની અટકાયત કરી તેમની સામે જુગારધારા એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News