સિદ્ધપુરમાં ૧૧ નબીરા જુગાર રમતા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 11:40:24
  • Views : 545
  • Modified Date : 2020-06-01 11:40:24

વિશ્વ આખું કોરોના મહામારીમાં ઝડપાયું છે ત્યારે
પાટણ જિલ્લા પોલીસ પણ લોકડાઉનનો કડક અમલવારી કરાવી રહી છે. ત્યારે બીજી તરફ સિદ્ધપુરમાં લોકડાઉનમાં
પણ જુગારધામો સક્રિય બનતા પોલીસે લાલ આંખ કરી ૧૧ નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડયા હતા.
પાટણ જિલ્લામાં પણ ૭૮ કોરોના પોઝેટિવના કેસ નોંધવા પામ્યા છે અને ૬ ના મોત થયા છે. ત્યારે જિલ્લા પોલીસ દ્વારા લોકડાઉનની કડક અમલવારી સક્રિય બની છે. ત્યારે બીજી તરફ સિદ્ધપુરમાં લોકડાઉનમાં
 પણ જુગારધામો સક્રિય બનતા પોલીસે લાલ આંખ કરી છે. સિદ્ધપુર પોલીસ સ્ટેશનના
પી.આઈ. વી.એન.મહિડાને મળેલ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધપુર તાલુકાના ગાંગલાસણ ગામ નજીક આવેલ ફેક્ટરીમાંથી જુગારધામ ઝડપી પડયું હતું. આ ફેકટરીમાં તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ગાગલાસણ ગામના સારા ઘરના ૧૧ યુવાનોની અટકાયત કરી રૂ. ૮૪,૪૦૦/- ની રોકડ સાથે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. જયારે આ ઈસમો એક સ્થળે ભેગા થયા હોવાથી લોકડાઉનના જાહેરનામાનું ઉલ્લઘન કર્યું હોવાથી જુગાર પ્રતિબંધ ધારાની સાથે કલમ ૧૪૪ ભંગની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News