ખરડોલ ગામેથી જુગાર રમતા ઇસમો પકડતી વાવ પોલીસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-12 11:52:21
  • Views : 786
  • Modified Date : 2019-08-12 11:52:21

પ્રદિપ સેજુલ પોલીસ અધિક્ષક બનાસકાંઠાની સૂચના તથા  અજીત રાજયાણ મદદનીશ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ  જી.કે.જાડેજા પોલીસ સબ ઇન્સ., અમરસિંહ ભૂરસિંહ, લાલજીભાઇ
પીરાભાઇ, કિરણભાઇ હીરાજી, દજાભાઇ રામસીભાઇનાઓ વાવ પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી હકિકત મુજબ ખરડોલ ગામે પ્લોટ વિસ્તારમાં શ્રીરામભાઇ તેજરામભાઇ આશલ રહે.ખરડોલ તા.વાવ વાળાના ઘરમાં ખુલ્લા ઢાળીયામાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમતા રોકડ રૂ.૧૪૧૦/- તથા મોબાઇલ
ફોન-૨ કિં.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૧,૪૧૦/- ના મુદામાલ સાથે   શ્રીરામભાઇ તેજરામભાઇ આશલ,  ભરતભાઇ નાગજીભાઇ સુથાર અને
દલપતભાઇ ઉર્ફે નિકુલભાઇ ભૂરાભાઇ આશલ (ત્રણેય રહે.ખરડોલ તા.વાવ જી. બનાસકાંઠા) પકડાઇ જઇ ગુનો કરેલ હોઇ વાવ પો.સ્ટે. કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News