હું પણ કોરોના વોરિયર અભિયાનને જિલ્લામાં જોરદાર પ્રતિસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:39:33
  • Views : 573
  • Modified Date : 2020-05-27 11:39:33

કોરોના સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી વોરિયર બની જોડાય તે માટે મુખ્યમંત્રી વિજયભાઇ
રૂપાણીએ રાજ્યના પ્રત્યેક જનને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યુ છે. હું
પણ કોરોના વોરીયર અભિયાનને બનાસકાંઠા જિલ્લામાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. મુખ્યમંત્રીની અપીલના પગલે સેલ્ફી વિથ માસ્ક બાદ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની વાતને પણ પ્રચંડ જનસમર્થન મળી રહ્યુ છે. હું પણ કોરોના વોરિયર અભિયાન અંતર્ગત લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા બનાસકાંઠા જિલ્લા કલેકટર  સંદીપ સાગલેએ
અપીલ કરી છે.
કલેકટરે બનાસવાસીઓને અપીલ કરતાં જણાવ્યું કે, હું
પણ કોરોના વોરિયર અભિયાનનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો છે. ત્યારે આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાના દિવસે સૌ બનાસવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરું છું. તેમણે કહ્યુ કે બનાસકાંઠા જિલ્લાના લોકોએ પોતાના આરોગ્યની જાળવણી માટે જાગૃત થઇ અત્યાર સુધી ૨,૪૨,૦૪૩ લોકોએ એમના મોબાઇલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. આ એપને ડાઉનલોડ કરવા લોકોને
અપીલ કરતા તેમણે કહ્યુ કે આરોગ્ય સેતુ એપ આરોગ્ય વિષયક માહિતી મેળવવા અને સમાજહિત- દેશહિત માટે ખુબ જ ઉપયોગી છે. કલેકટરે સ્વામી વિવેકાનંદ યુવા મંડળની કામગીરીને બિરદાવતા જણાવ્યું કે, લોકોમાં અવેરનેસ લાવવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાની કામગીરી સ્વામી વિવેકાનંદ મંડળ ખુબ સરસ રીતે કરી રહ્યુ છે.
આ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા જિલ્લાવાસીઓને અપીલ કરી છે. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદ યુવા મંડળના જિલ્લા સંયોજક ગૌરાંગભાઇ પાધ્યા, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News