બનાસકાંઠામાં પરબતભાઈનું જોરભેર સ્વાગત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 05:31:06
  • Views : 469
  • Modified Date : 2019-04-09 05:36:09

બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર નીચા જાવા મળી રહ્યા છે. પરબતભાઈને ગામેગામથી સારો એવો આવકાર મળી રહ્યો છે. તેમજ આ વખતે બનાસકાંઠા સીટના મતદારો ભાજપને મોટી લીડથી જીતાડવાના વેતમાં જાવા મળી રહે છે. પરબતભાઈની તમામ સભામાં લોકોના ટોળેટોળાં ઉમટતા જાવા મળી રહ્યાં છે તેમજ પરબતભાઈએ જણાવ્યું હતું કે બનાસકાંઠા વાસીઓને ઉત્તર ગુજરાતમાં મજુરી કરવા જવુ પડતું હતું.  તેમજ પોતાના માલિકીના ખેતરો અને ઘરો પાણી વગર છોડવા મજબુર થયાં હતા  અને આજે ભાજપ સરકારે ચારે દિશામાં પાણી જ પાણી કરી દીધું છે. તેમજ નર્મદાના નીર વહેતા કરી દીધાં છે. પરબતભાઈની સાથે હરીભાઈ ચૌધરી અને શંકરભાઈ ચૌધરી જાતે ઉમેદવાર  હોઈ તે રીતે કાર્યક્રમ કરી રહ્યાં છે. આ વખતે કોંગ્રેસના ઉમેદવારની હાલત કફોડી જાવા મળી રહી હતી.

Download Our B K News Today App



Related News