ધાનેરાના જોરાપુરા ગામે ખાનગી પેક્ટીસ કરતા ડોક્ટર સામે કાર્યવાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 14:28:08
  • Views : 366
  • Modified Date : 2019-12-31 14:28:08


ધાનેરા તાલુકામાં આર.બી.એસ.કે. આયુષ મેડિકલ ઓફિસર  તરીકે ફરજ બજાવતા ડો. જિગ્નેશ જોષી પોતાનું ખાનગી દવાખાનુ જોરાપુરા ગામે ચલાવતા હતા. તે બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ થતા તેઓએ ટીમ સાથે જોરાપુરા ગામે તપાસ કરતા નોકરીના સમય દરમ્યાન પોતાના ખાનગી દવાખાને મળી આવતા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઈ હતી.ધાનેરા તાલુકાના જોરાપુરા ગામે વહેલી સવારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ફેન્સી તથા તેમની ટીમ પહોંચી હતી અને જોરાપુરા ગામે પ્રાઇવેટ પેક્ટીસ કરતા ડો. જિગ્નેશ જોષી તેમના ક્લીનિક ઉપર મળી આવ્યા હતા.  તેઓ ધાનેરામાં આર.બી.એસ.કે. આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવા છતાં તેઓ પોતાના પ્રાઇવેટ કલીનિકમાં પેક્ટીસ કરતા હોવાથી તેમના ક્લીનિકની તપાસ હાથ ધરવામાં આવતા મોટા પ્રમાણમાં દવાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ તેમની આજુબાજુથી સરકારી દવા પણ મળી આવતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ તેમની પાસે મેડિકલ વેસ્ટ બાબતે યોગ્ય દવાનો જથ્થો કબ્જે લેવામાં આવ્યો હતો.જ્યારે તેમની સાથે આર. બી.એસ.કે.માં બીજા આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા  ડો. ભારતી ચૌધરીને તેમની સાથે હોવા છતાં ફરજ દરમ્યાન તેમની હાજરી ન હોવાની વાત  ના ખુલાસા બાબતે નોટીસ આપી હતી. 


Download Our B K News Today App



Related News