ડીસામાં જાખમી ડીપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-27 12:11:14
  • Views : 601
  • Modified Date : 2019-05-27 12:11:14

સુરત શહેરમાં બનેલી ગોઝારી ઘટના બાદ તમામ જિલ્લામાં તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાની કેટલી જગ્યા ઉપર જી.ઈ.બી.ની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. સુરત શહેરમાં બનેલ કમકમાટી ભરી ઘટનાને પગલે રાજ્ય સરકાર તારા તમામ જિલ્લામાં તંત્રને એલર્ટ કરી દેવામાં આવી છે અને ઠેર ઠરે જિલ્લામાં તંત્ર દ્વારા ટ્યૂશન કલાસીસ, બહુમાળિય બીલડીગો તેમાં હોસ્પિટલોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ બનાસકાંઠા જિલ્લામાં વિધ્યુત બોર્ડની ગંભીર બેદરકારીના કારણે  અને જગ્યાઓ પર જોખમી ડીપીઓ જોવા મળી રહી છે. ત્યારે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરની તો ડીસા શહેરના ભરચક વિસ્તાર એવા ગાયત્રી મંદિર પાસે અનેક જગ્યાઓ પર જોખમી ડીપી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ હોસ્પિટલો ધરાવતું સ્થળ એ ડીસાનું ડોક્ટર હાઉસ ગણવામાં આવે છે આ વિસ્તારમાં રોજના લાખોની સંખ્યામાં અહીથી લોકોની અવર-જવર થાય છે.  સુરતમાં બનેલી ઘટના બાદ પણ ડીસાના વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા ડોક્ટર હાઉસ પાસે આવેલી અને જોખમી ડીપી હટાવવામાં આવી નથી. ત્યારે શું વિદ્યુત બોર્ડના અધિકારીઓ સુરત જેવી ડીસામાં પણ બીજી ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે. અત્યારે હાલ ડીસાવાસીઓની એક જ માંગ છે કે વિદ્યુત બોર્ડ દ્વારા તાત્કાલિક ગાયત્રી મંદિર તેમજ ડીસાની બજારોમાં વિવિધ જગ્યાઓ પર લગાવેલ ડીપી ઓને તાત્કાલિક હટાવી  યોગ્ય જગ્યા પર લગાવી જોઈએ.

Download Our B K News Today App



Related News