ડીસા NSUI દ્વારા ભારત જોડો - તિરંગા યાત્રા યોજવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-14 12:25:22
  • Views : 397
  • Modified Date : 2022-08-14 12:25:22

 

ડીસા NSUI દ્વારા ડીસામાં ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ થી બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આઝાદીકા અમૃત મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા હાલમાં ઉજવણી કરવામાં આવી રહી છે આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થતા આજે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડીસા તાલુકામાં પણ આજે વિવિધ શાળાઓ કોલેજો સંગઠનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતા સમગ્ર ડીસા શહેર રાષ્ટ્રધ્વજથી ફરકાઈ ઉઠ્યું હતું.ત્યારે હાર્દિકભાઈ પઢીયાર ના નેતૃત્વમાં અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી ના માર્ગદર્શન પ્રમાણે ડીસા NSUI દ્વારા ભારત જોડો - તિરંગા યાત્રા યોજવામાં આવેલી જેમાં ડીસાના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને જિલ્લાની સૌથી મોટી વિદ્યાર્થી સંગઠનની રેલી બની. તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભારતીય, પાલનપુર નગપાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર, ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી જયેશભાઈ કરમટા, NSUI ના ભાવેશભાઈ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, અજય રોહિત, કિશોર પુરોહિત, નરેન્દ્રસિંહ ચૌહાણ, જગતસિંહ વાઘેલા, સાજીદ મલેક, નાવેદ કુરેશી, ભૂપેન્દ્ર માઢવી સહિતના જિલ્લા NSUI ના આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News