સાબરકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ સાબરકાંઠા જિલ્લાના સર્વાગી વિકાસના ૮૩૪ કામો માટે રૂ. ૧૨૯૦.૩૮ લાખની જોગવાઇ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-01 12:10:26
  • Views : 351
  • Modified Date : 2020-07-01 12:10:26

સાબરકાંઠા જિલ્લા આયોજન મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા સહકાર, રમત-ગમત તથા યુવા અને સાંસ્કૃતિક મંત્રી ઇશ્વરસિંહ પટેલના અધ્યાક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી હિંમતનગર ખાતે મળી હતી. આ બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના જિલ્લાકક્ષા તથા તાલુકાકક્ષાએ સર્વાગી વિકાસના કામોની પ્રાથમિકતા આપવામાં આવી હતી.
જિલ્લાક પ્રભારી મંત્રીએ જિલ્લામના વિકાસના કામો ઝડપભેર પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. અને જિલ્લાની શાળાઓના ઓરડા, પીવાના
પાણી અને વિજળીકરણની બાકી કામગીરીને ઝડપથી પુરા કરવા વહિવટીતંત્રના અધિકારીઓનું ધ્યા ન દોર્યુ હતું. આ વર્ષ ૨૦૨૦-૨૧ના સાબરકાંઠા જિલ્લાહના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ જોગવાઇ પૈકી વિવેકાધીન જોગવાઇ હેઠળ ૬૧૭ કામો માટે રૂ. ૮૪૨.૭૫ લાખ, આદિજાત વિકાસના ૫૮ કામ માટે રૂ. ૯૫.૦૫ લાખ, અનુસૂચિત જાતિ વિકાસના ૧૦૨ કામ માટે રૂ. ૧૨૦.૨૦ લાખ, જિલ્લાની ૬
નગરપાલિકાઓના ૧૮ કામો માટે ૧૫૯.૮૮ લાખ, જયારે પ્રોત્સાહક જોગવાઇ હેઠળના ૨૨ કામો માટે રૂ. ૪૭.૫૦ લાખ, જિલ્લાના સામાજીક અને શૈક્ષણિક પછાત તાલુકાના વિકાસ માટેના ૧૭ કામો માટે રૂ. ૨૫ લાખ મળી કુલ ૮૩૪ કામો માટે રૂ. ૧૨૯૦.૩૮ લાખની જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત સસંદસભ્ય અને  ધારાસભ્ય ગ્રાન્ટની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ  રતનબેન સુતરીયા, રાજયસભાના સાસંદ  રમીલાબેન બારા, સાસંદ  દિપસિંહ રાઠોડ, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિનભાઇ કોટવાલ, હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય  હિતુ કનોડીયા, પ્રાંતિજના ધારાસભ્ય  ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા કલેકટર સી.જે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડા. રાજેન્દ્ર
પટેલ, અધિક કલેકટર   વી.એલ.પટેલ, નાયબ હિસાબનીશ  રાકેશ પટેલ, સહિત તાલુકા પંચાયત,
 નગરપાલિકાના પ્રમુખો, તથા અગ્રણી પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તાલુકાકક્ષાના વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

Download Our B K News Today App



Related News