થરામાં જોગણીમાતાજી મંદિરે યજ્ઞ અને રમેણ (જાતર) માં જમાવટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 05:42:08
  • Views : 497
  • Modified Date : 2019-04-08 05:42:08

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ આંજણા કેળવણી મંડળ સંચાલિત વિનય વિદ્યામંદિર સંકુલમાં બિરાજમાન જોગણીમાતાજીના મંદિરે તારીખ ૬/૪/૨૦૧૯ ને શનિવારના યજ્ઞ અને રાત્રે રમેલ(જાતર)નું આયોજન થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઇ પટેલ પરીવાર દ્વારા કરાયુ હતું. ત્યારબાદ ભોજનપ્રસાદ રાખવામાં આવ્યો હતો ભોજનપ્રસાદ લીધા બાદ રમેણ(જાતર) રાખવામાં આવી હતી. રમેલની શુભ શરૂઆત દિપપ્રાગટય કરી કરવામાં આવી હતી. તેમાં બહાર ગામથી પધારેલ ભુવાઓ રાત્રે ધુણ્યા હતા. પધારેલ ભુવાજીઓનું તેમજ મહેમાનોનુ ફુલહાર,તેમજ ભેટ્‌પુજા આપી થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઇ રામાભાઇ પટેલ દ્વારા સ્વાગત કરાયુ હતું. આ રમેલમાં પાવળીયા, ડાકલા, ઢોલ, ઓકટોપેડ, કેશિયો વગેરે સંગીતના સાધનો તેમજ કલાકરોએ બ્રહ્માણી ડી.જે.સાઉન્ડ શિહોરીના સથવારે રમઝટ બોલાવી હતી. લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને અહીં આવતાં દરેક લોકોની મનોકામના જોગણી માતાજી પુર્ણ કરે છે. અહી વિશાળ સંખ્યામાં ભાવિક ભકતો દર્શનાર્થે પઘાર્યા હતા.પધારેલ સમગ્ર ભાવિક ભકતોને ચા-નાસ્તાની વ્યવસ્થા કરાઇ હતી. દરેક ભુવાજી તરફથી સૌ લોકોને આશિર્વચન આપવામાં આવ્યા હતા. અને તારીખ ૭/૪/૨૦૧૯ ને રવિવારે બીજા દિવસે સવારે તેલફુલ ચડાવવામાં આવ્યા હતાં. તેમાં બહોળી સંખ્યામાં ભુવાજી અને રાજકીય, સામાજીક આગેવાનો, ભાઇઓ, બહેનો   ઉપસ્થિત રહ્યા હતા.
પધારેલ સૌ કોઇ ભાવિક ભકતોએ દર્શન અને આશિર્વચન લઇ ધન્યતા અનુભવી હતી. પધારેલ ભાવિકભકતોનો અણદાભાઇ આર.પટેલ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
 

Download Our B K News Today App



Related News