પાટનગરમાં જ સરકાર - કોર્ટનાં આદેશની ઐસીતૈસી..! સેક્ટર ૧૧માં પાઈપલાઈનના ખોદકામથી પ્રજાને જીવનું જોખમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-15 11:56:44
  • Views : 389
  • Modified Date : 2020-06-15 11:56:44

ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન રસ્તા તેમજ ગટરલાઈનના ખોદકામનાં કામો નહીં કરવાની સરકારની ગાઈડલાઈન સાથે કોર્ટનાં પણ આદેશ છે. આમ છતાં પાટનગરમાં જ આ આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરી રસ્તા પાસે જ પાઈપલાઈન નાંખવાની કામગીરી હાથ ધરી લોકો માટે જીવનું જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે. તેની સામે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પચાસ વર્ષે પણ રોડ - રસ્તા કે ગટર - વરસાદી પાણીના નિકાલ માટે સતત ખોદકામ ચાલતાં હોય તેવાં ગાંધીનગરમાં વરસાદી
પાણીનો નિકાલ તો કરી શકાતો નથી. પરંતુ સરકાર અને કોર્ટના આદેશોને ઘોળીને પી જવામાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડર્સ પાવરધા થઈ ગયા છે. લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ મહિનાથી સેક્ટર ૧૧માંથી પાઈપ લાઈન નાખવાનું કામ ખોરંભે પડેલું હતું. હવે ચોમાસાનું આગમન થવાં છતાં સેક્ટર ૧૧માં સર્વિસ રોડ પાસે જ પાઈપ લાઈન નાંખવા આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
ગાંધીનગરમાં વેપાર - ધંધાની દુકાનો અને ઓફિસોથી ધબકતાં આ સ્થળે અનેક પાઇપો જ્યાં ત્યાં પડી હોવાં સાથે બુલડૂઝરો દોડધામ કરતા હોય છે. રોડની બાજુમાં જ અત્યારે વરસાદી માહોલમાં ખોદકામથી ભૂવા પડવા સાથે પાણી ભરાઈ જવાથી વાહનો ફસાઈ જાય છે. રોડ ઉપર ટ્રાફિક જામ થવાં સાથે કાદવ કીચડથી વાહનો અને રાહદારીઓ સ્લીપ થઇ જવાના બનાવો પણ બની રહ્યા છે. તેની સામે વેપારીઓ, કર્મચારીઓ અને નગરજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે આ કામગીરી તાત્કાલિક બંધ કરાવવા માટે રજૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે ફરિયાદ દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવા
પણ માંગણી કરી છે.

Download Our B K News Today App



Related News