જીવના જોખમે મુસાફરી કરી રહેલા સૂંઢા પંથકના વિદ્યાર્થીઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-11 11:13:38
  • Views : 504
  • Modified Date : 2020-01-11 11:13:38

પાલનપુર તાલુકાના સુંઢા સહિત આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ માટે કુંભાસણ, ગઢ,
પાલનપુર સહિત વિવિધ જગ્યાએ જઈ જાય છે. પરંતુ સરકારી એસ.ટી. બસોના અભાવે આ વિદ્યાર્થીઓ સરકારી બસોમાં ઘેટા બકરાની જેમ ભરાઈ જીવના જોખમે અભ્યાસ માટે જવા મજબુર બન્યા છે. ઘણીવાર એસ.ટી. બસોના પાસ હોવા છતાં પણ બસોના અભાવે વિદ્યાર્થીઓને સ્વખર્ચે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓથી ભરેલી ખીચોખીચ બસોના કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં એસ.ટી. નિગમ તેમજ સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરી વિદ્યાર્થીઓ માટે વધુ એક બસ ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓ સહિત વાલીઓ
પણ માંગ કરી રહ્યા છે.
જેમાં  વહેલી સવારે ડીસાથી સિધ્ધપુર તરફ જઈ રહેલી બસ સુંઢા બસ સ્ટેન્ડ ઉપર પહોંચી ત્યારે વિદ્યાર્થીઓનું મોટું ટોળું જોઈ બસ ડ્રાઈવરે વિદ્યાર્થીઓને લીધા વગર બસ હંકારી મુકતા ગ્રામજનોએ આ બસને ઘેરી લઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. પરંતુ ડ્રાઈવર કંડકટર લાજવાના બદલે ગાજવા લાગ્યા હતા અને ગ્રામજનો સાથે દાદાગીરી ઉપર ઉતરી આવતા ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આવા ડ્રાઈવર કંડકટર સામે નિયામક પગલાં ભરે તેવી પણ માંગ કરી હતી.


Download Our B K News Today App



Related News