થરાદની ગાયત્રી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પર જીવલેણહુમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-14 10:45:45
  • Views : 715
  • Modified Date : 2019-07-14 10:45:45

બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારની દયા દાખવવામાં આવતી નથી અને નાની એવી વાત પર  હુમલાઓ કરવામાં આવે છે. એવો જ એક કિસ્સો ગતરોજ થરાદ ખાતે બનવા પામ્યો હતો.
પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતમાં થરાદ ખાતે આવેલ ગાયત્રી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પાણીની  પરબ પર થયેલ સામાન્ય બોલચાલમાં રબારી સમાજના વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ જઈ આ સ્કૂલની બહાર અડિંગો જમાવીને બેસી રહેતા અસામાજિક તત્વોને બોલાવતા આ શખ્સોએ શાળાના બીજા વિદ્યાર્થીઓ પર ધોકા અને પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો  હતો.  આ હુમલામાં  ગાયત્રી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા રાજપૂત સમાજના વિદ્યાર્થીઓ વિપુલ થાનાભાઈ રાજપૂત, વિજયસિંહ, રામસિંહ અને  હેમાજી ગંભીર રીતે ઘવાયા હતા. આવું ભયાનક દ્રશ્ય સર્જાતા તરત જ આજુબાજુના લોકોએ દોડી આવી આ મામલો થાળે પડ્‌યો હતો. અને આ હુમલામાં ઇજા પામનાર ચારેય વિદ્યાર્થીઓને પ્રાઇવેટ ગાડીમાં બેસાડી સારવાર અર્થે સરકારી દવાખાને લઇ ગયા હતા.
ઇજા પામનારના વિદ્યાર્થીઓના પરિવારજનોએ હુમલો કરનાર રબારી ગોવાભાઈ રામજી, નરસેંગભાઈ સવાભાઈ રબારી, વિક્રમભાઈ કુવરાભાઈ રબારી, વશરામભાઈ પાંચાભાઈ રબારી, પ્રવિણભાઈ ઉકાભાઈ રાજપૂત અને બીજા ત્રણ માણસો (રહે. મલુપુર) સામે થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
 

Download Our B K News Today App



Related News