મગરવાડા ખાતે અબોલ જીવોને જીવદયાપ્રેમીઓ દ્વારા ભોજન અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-01 17:37:00
  • Views : 432
  • Modified Date : 2020-06-01 17:37:00

:  હાલમાં કોરોના વાયરસની લડાઈમાં સમગ્ર વિશ્વ માં તેની સીધી અસર માનવ જીવન પર જોવા મળી રહી છે સાથો સાથ પ્રાણીઓ પર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. જ્યાં જગલો છે ત્યાં લોકોની અવર જવર ના કારણે તેમને જમવાનું મળી રહેતું પરંતુ લોકડાઉનના કારણે લોકો ઘરની બહાર ન નીકળતા પ્રાણીઓને જમવાનું મળતું નહીં જેના કારણે તેની અસર પ્રાણીઓ પર જોવા મળી હતી. ત્યારે વડગામ તાલુકાના મગરવાડા ગામ ની સીમમાં આવેલ તળાવના કિનારે વાનર સેનાના  જુંડ કાયમી વસવાટ કરે છે ત્યારે કોરોના વાયરસ ને કારણે લોકોની અવરજવર ના પ્રમાણમાં રોક લગાવવામાં આવી છે ત્યારે અણ બોલ્યા પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ભોજન મળતું નથી ત્યારે આજરોજ એડવોકેટ પ્રકાશભાઈ ધારવા ની આગેવાની હેઠળ જગદીશકુમાર મણીલાલ સોની જીગ્નેશ ભાઈ પરમાર સાથે મળીને મગરવાડા ની સીમમાં આવેલ વાનરસેના ના જૂંડ ને રોટલી આપી સેવા નું કાર્ય કરવામાં આવ્યું હતું હાલના સમયમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોક ડાઉન હોવાથી લોકોને અવરજવરના પ્રમાણમાં ઘટાડો રહે છે 

Download Our B K News Today App



Related News