ધાનેરામાં યુવકે અગમ્ય કારણોસર ગળે ટુંપો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-06 11:00:28
  • Views : 2642
  • Modified Date : 2019-11-06 11:00:28

ધાનેરા ગોકુળફાર્મ સોસાયટી ખાતે રહેતા વિનોદભાઇ પીરાજી તુંવર(નાઇ) ઉ,વર્ષ-૩૦ વાળાએ અગમ્ય કારણોસર
પોતાના ઘરે ટુંપો ખાઇને જીવનલીલા સંકેલી લેતા અનેક તર્ક વિતર્ક સર્જાવા પામ્યા છે. જાણવા મળેલ માહિતી મુજબ  વિનોદભાઇ નાઇના લગ્ન થયેલ હતા અને તેમને બે દીકરીઓ
પણ છે. તેઓ પોતાના ઘરનો તમામ વહીવટ પણ સંભાળતા હતા પોતાની દુકાને પોતાનો ધંધો કરતા હતા. પરંતુ સોમવારની રાત્રીના સમયે
પોતાના ઘરમાં ટુંપો ખાઇ લીધો હતો. સવારે જ્યારે ઘરના જાગ્યા ત્યારે ખબર પડતા
આજુબાજુના લોકોને દોડી આવ્યા હતા. આ બાબતની
પોલીસને જાણ કરતા પોલીસ
પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મરણ જનારની લાશને
પોસ્ટમોટમ માટે ધાનેરા સરકારી હોÂસ્પટલ ખાતે લાવ્યા હતા. આ અંગેની જાણ નાઇ સમાજના લોકોને થતાં તેઓ તમામ
પોતાના રોજગાર ધંધા બંધ કરીને સરકારી હોÂસ્પટલ ખાતે ઉમટી પડ્યા હતા. પી.એમ. કર્યા પછી મૃતકને અÂગ્નસંસ્કાર કરવા લઇ ગયા હતા. પરંતુ આ આત્મહત્યા કરવા પાછળનું કોઇ કારણ જાણવા મળ્યુ ન હતુ.

Download Our B K News Today App



Related News