અરમેનિયા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે ગયેલ ડીસાની યુવતિ ખાઈ રહી છે જીવનમરણ વચ્ચે ઝોલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 11:02:58
  • Views : 2488
  • Modified Date : 2020-05-14 11:02:58

અરમેનિયા દેશમાં મેડિકલ ક્ષેત્રમાં અભ્યાસ માટે ગયેલ ડીસાની યુવતિને જીવલેણ બીમારી થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બીમાર યુવતિને એર એમ્બ્યુલન્સથી ભારત લાવવા તેના
પરિવારજનોએ સરકાર પાસે મદદ માંગી છે.
બનાસકાંઠાના ડીસામાં રહેતી ભૂમિ ચૌધરી બે વર્ષ અગાઉ અભ્યાસ અર્થે વિદેશ અરમેનિયા ગઇ હતી અને ત્યાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. ત્યારે અચાનક તેને માથામાં દુઃખાવો થતા સારવાર અર્થે અરમેનિયા હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને સારવાર દરમ્યાન આ યુવતિને એનસેફાલોમનઝાઈટીસ એટલે કે મગજમાં સોજો હોવાનું માલુમ પડ્‌યું હતું. જેથી યુવતિના શરીરના અંગો
ધીરેધીરે કામ કરતા બંધ થઈ ગયેલ અને યુવતિ ગંભીર બીમારીમાં સંપડાઈ જતા ત્યાંના તબીબોએ હાથ અધ્ધર કરી દીધેલ અને યુવતિ ત્રણ દિવસથી વધુ જીવી શકે તેવી સ્થિતિ ન હોવાનું અરમેનિયાના તબીબોએ જણાવ્યું હતી. જેથી ત્યાં રહેલી તેની બહેન સિધ્ધિ અને બીજા મિત્રોએ ડીસા તેના પિતા નરસિંહભાઈ ચૌધરીને જાણ કરેલી અને ભારત લાવવા પ્રયત્નો હાથ ધરેલ. જેમાં સિધ્ધિ ચૌધરીએ ટ્‌વીટ કરી ભારત દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રી સહિત નેતાઓ અને અભિનેતાઓ અને સામાજિક નેતાઓ પાસે ભારત લાવવા મદદ માગેલ અને એર એમ્બ્યુલન્સ દ્વારા ભારત લાવવા માગણી કરેલ. પંરતુ કોરોનાના કહેરના કારણે ફ્‌લાઇટ બંધ હોવાના કારણે ભારત લાવવી મુશ્કેલ છે. ત્યારે દેશના નેતાઓ મદદ કરે તેવી અપીલ કરાઈ રહી છે. ભૂમિની બહેન સિધ્ધિ અને અન્ય પાંચ મિત્રો હાલ અરમેનિયામાં છે તેઓ ભૂમિની સારસંભાળ રાખી રહ્યા છે અને તેઓ દ્વારા હવે મદદ કરવામાં અસમર્થ થતા ભારત સરકાર
પાસે મદદ માંગી છે. તો તેના
પિતા નરસિંહભાઈ અને સગાઓ પણ ભૂમિને ભારત લાવી અને અહિયાના તબીબો સારવાર કરે અને બચે તે માટે દોડધામ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર મદદ કરે તો જ ભૂમિ જીવિત ભારત આવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News