કાંકરેજ તાલુકામાં હવામાનમાં પલ્ટો આવતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 12:15:47
  • Views : 290
  • Modified Date : 2020-02-16 12:15:47

ગ્લોબલ વો‹મગની અસર હવામાન પર સ્પષ્ટ જાવા મળે છે. ચીનમાં કોરોના વાયરસના ફફડાટને ભારત સહિતના દેશમાં આગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતના કેટલાંક ભાગોમાં છેલ્લાં બે-ત્રણ દિવસથી હવામાનમાં ઓચિંતો પલ્ટો જાવા મળ્યો છે. બપોરે ગરમી રાત્રે હળવી ઠંડી વચ્ચે આકાશમાં વાદળો ઘેરાતા માવઠા જેવો માહોલ સર્જાય તેવી ખેડૂતોમાં ભીતિ પ્રવૃત્તિ રહી છે. આગામી તા. ૨૧-૦૨-૨૦૨૦ના મહા શિવરાત્રીથી ગરમીનું પ્રમાણ વધશે પણ આ દિવસોમાં જીરૂ, વરીયાળી, ઈસબગુલ સહિતના પાકો તૈયાર થવાની અણીએ છે. ત્યારે વહેલા મોડુ ઓચિંતુ માવઠુ થાય તો ખેડૂતોને મહામહેનત અને ખર્ચથી પકવેલો સ્વપ્નદૃષ્ટા જેવો રવિપાકનો સોથ ઉડી જાયને ખેડૂતો જે રાતા પાણીએ રોવાનો વારો આવે તેવી દહેશતથી ખેડૂતોના જીવ હાલમાં આકાશ તરફ જાઈને તાળવે ચોંટ્યા છે. માંઘામુલના ખાતર, બીયારણ, દવાઓ અને મજુરી બાદ આગામી દિવસોએ આ પાકનું વેચાણ કરીને ઘરના પ્રસંગો પુરા કરીશું એ સ્વપ્ન ચોક્કસ રોબાશે. ખેડૂતોની સાથે પશુઓની હાલત પણ કફોડી બને તેવા સંજાગો જણાય છે.  કાંકરેજ તાલુકામાં જીરૂ, વરીયાળી સહિતના પાકો ઉપરાંત ઘઉંના પાકને પણ નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News