વાવના ભાખરી ગામે જીવના જાખમે અભ્યાસ કરતા બાળકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:28:51
  • Views : 416
  • Modified Date : 2019-07-26 12:28:51

વર્તમાન સમયમાં શિક્ષણને વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તેવા સમયે બ.કાં.ના વાવ તાલુકાની ભાખરી ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકો જીવના જાખમે અભ્યાસ કરી રહ્યા છે. જે શાળામાં ધો.૧ થી ૮ માં કુલ ૩૮૦ જેટલા બાળકો અભ્યાસ  કરી રહ્યા છે. શાળામાં આ બાળકો માટે કુલ ૧૬ રૂમો છે જેમાંથી ૧૩ રૂમો ક્ષતિગ્રસ્ત થયેલા છે. આમ આ શાળાના તમામ રૂમો વર્ષ ૧૯૬૦ થી ૧૯૯ર વચ્ચે
બનાવવામાં આવેલા છે. જે રૂમો વર્ષ ર૦૧પ તથા ર૦૧૭ માં આવેલા પૂરમા ક્ષતિગ્રસ્ત થયા હોવા છતાં આજસુધી આ રૂમોનું સમારકામ કરવામાં ન આવતા બાળકોને પોતાના જીવના જાખમે અભ્યાસ કરવા મજબૂર બનવું પડ્યું છે. આમ આ અંગે ગામના સરપંચ પીરાભાઈ સેગલે જણાવ્યું હતું કે આ સ્કૂલના ક્ષતિગ્રસ્ત  રૂમોની રજૂઆત જે-તે સમયે કરવામાં આવી છે તેમજ  શાળાને ડેમેજનું સર્ટી મળી ગયું હોવા છતાં નવા બિલ્ડીંગની કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી જેના લીધે બાળકો પોતાના જીવના જાખમે અભ્યાસ કરી રહ્યા છે.  આમ આ અંગે શાળા શિક્ષકે જણાવ્યું હતું કે શાળામાં પંખા છે પરંતુ લાઈટ કનેક્શન કપાઈ જતાં બાળકો ગરમીમાં શેકાઈ રહ્યા છે. તેમજ શાળાના મોટાભાગના રૂમો પણ ક્ષતિગ્રસ્ત હોવાથી બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે.

Download Our B K News Today App



Related News