કાણોદરની નવજાત બાળકીનો નાજુક સમયમાં ૧૦૮ની મદદથી જીવ બચી ગયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-28 11:45:00
  • Views : 409
  • Modified Date : 2020-06-28 11:45:00

છાપીની એક પ્રસુતાએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ આ નવજાત શિશુની સ્થતિ નાજુક બની ગઈ હતી. જેને ૧૦૮ ના કર્મચારીઓએ સર્પોેટેડ સિસ્ટમના સહારે બચાવી લીધી હતી.
છાપી પી.એચ.સી. ખાતે છાપીના જ્યોતિનગરના અબ્દુલભાઈ કુંભારના પુત્રવધુ યસમીનબેનને પ્રસુતિ  થયેલી. પરંતુ નવજાત બાળકની તબીયત નાદુરસ્ત હોવાથી
પાલનપુર ખસેડવામાં આવી હતી. ત્યારે રસ્તામાં અચાનક જ વધુ તબિયત લથડતા બાળકીનો શ્વાસ રૂંધાય ગયો હતો. આ સમયે  ૧૦૮ ના
પાઇલોટ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અને ઈ.એમ.ટી. વિક્રમભાઈ પરમારે બાળકીને પહેલાં તો બી.બી.એમ. મશીન દ્વારા શ્વાસ આપ્યો, ત્યારબાદ
સી.પી.આર. દ્વારા બેબીને છાતી પર દબાણ આપતા બેબીના ધબકારા આવી જતા  જીવ બચી ગયો હતો. આ બાળકીની સ્થતિ સુધારવામાં સફળતા મળતાં  પરિવારે ૧૦૮ ના ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. ત્યારબાદ આ બાળકીને
પાલનપુર સિવિલ હોસ્પટલમાં ખસેડવામાં આવી હતી.  ખૂબ જ ગરીબ પરિસ્થિતિ ધરાવતા  અબદુલભાઇ કુંભારના પુત્રવધુને દીકરી અવતરતા ખુશ તો થયા હતા પરંતુ એક બાજુ બાળકીની તબિયત લથડતાં પોતે મનથી હારી ગયા હતા. પરંતુ સદનસીબે ૧૦૮ના કર્મચારી જાણે ભગવાન બનીને આવ્યા હોય તેમ  પાઈલોટ જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, ઈએમટી વિક્રમભાઈ પરમારે  ખૂબ મહેનત બાદ આ બાળકીને બચાવી લીધી હતી. આ સમયે પરિવારના આંખમાંથી ખુશીના આંસુ નીકળી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News