ધાનેરામાં જીવદયા પ્રેમીઓ દ્વારા ૨૦ જેટલા પક્ષીઓના જીવ બચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-16 11:51:10
  • Views : 418
  • Modified Date : 2020-01-16 11:51:10

ધાનેરામાં ઉત્તરાયણના
પર્વમાં પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે  કરુણા અભિયાન અંતર્ગત ટીમો બનાવીને આવા પક્ષીઓની સારવાર માટે નક્કી કરવામાં આવ્યું હતું.  તેમાં કેટલાય સેવાભાવી લોકો અને સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં સરાલ ખાતે આવેલ બજરંગ જીવ દયાના મિત્રો દ્વારા ઠેર ઠેર રેસ્ક્યુ કરીને પક્ષીઓને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં  એક મોર તથા ૧૬ કબુતર તેમજ અન્ય ત્રણ પક્ષીઓને બચાવી લેવાયા હતા. ત્યારે મોડી સાંજે ઉડી રહેલા વિદેશી પક્ષી ફલેમિંગો પણ ઘવાતા જીવદયા પ્રેમીઓ દ્વારા સરકારી પશુ દવાખાને લાવ્યા હતા. પશુ ડોક્ટર દ્વારા સારવાર હાથ ધરવામાં આવી હતી. આ કરુણા અભિયાન બાબતે ધાનેરા પ્રાંત અધિકારી વાય.પી. ઠક્કર દ્વારા સતત મોનિટરીંગ રાખવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News