ગુજરાતમાં પ્રથમવાર બનાસકાંઠા જિલ્લામાં જીરેનીયમ ખેતીનું વાવેતર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 10:33:23
  • Views : 9765
  • Modified Date : 2020-12-14 10:33:23

સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.યોગેશ પવારના માર્ગ દર્શન થી જીરેનીયમ ઓઇલની  ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. હાલમાં આ ખેડૂત એક લીટર તેલમાંથી ચૌદ હજાર
રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ વળે તેવી હાલ આ ખેડૂત અપીલ કરી રહ્યા છે.
ગુજરાતના ખેડૂતો દિવસેને દિવસે નવી ખેતી કરી પ્રગતિના પંથે જઈ રહ્યા છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હાલ ખેડૂતો નવી ટેકનોલોજી
અપનાવી દર વર્ષે નવી નવી ખેતી કરી અને રાજ્ય તેમજ ભારત દેશનું નામ ઉજળું કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલ ચાલુ-ચીલા ખેતી છોડી હાલ બહારના રાજ્યોની ખેતી કરવાની શરૂઆત કરી છે અને તેઓ નવી નવી ખેતી કરી સારી કમાણી પણ હાલ કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના ભોંયણ ગામના શ્રીકાંતભાઈ
પંચાલ તેમની  ૭ વિઘા જમીનમાં જીરેનીયમ ઓઇલની ખેતી કરી છે. ૨૦૧૯ માં માત્ર બે વિઘામાં જીરેનીયમ ઓઇલની ખેતી કરવાની શરૂઆત કરી હતી. પરંતુ પૂરું માર્ગદર્શન  ન હોવાથી શ્રીકાંતભાઈને પ્રથમવાર  તકલીફ પડી હતી. પરંતુ ડીસાના કેવીકેના ડો.યોગેશભાઈ પવારના માર્ગદર્શન બાદ સારું એવું
ઉત્પાદન થતા શ્રીકાંતભાઈએ  તેમની પાસે ભોંયણ ગામમાં ૭ વિઘા જમીન હતી તેમાં ફરી એકવાર સારા ઉત્પાદનની આશાએ જીરેનીયમ ઓઇલની   વાવણી કરી હતી. જેમાં તેમને ૧૦ લાખનો ખર્ચો વાવણી તેમજ પ્લાન્ટનો થયો છે. શ્રીકાંતભાઈ એ પોતાના ખેતરમાં જીરેનીયમ
પાકમાંથી ઓઇલ નિકાળવાનો પ્લાન્ટ પણ બનાવેલ છે. જે પ્લાન્ટમાં તેમને જીરેનીયમ પાક કટિંગ કરી તેમાં પ્રોસેસ કરી ઓઇલ  નિકાળવામાં આવે છે અને જે બાદ બજારમાં આ તેલ વેંચતા હાલ શ્રીકાંતભાઈને એક લિતરે ૧૪ હજાર રૂપિયાની કમાણી થઈ રહી છે. જીરેનીયમની ખેતી ખેતમાં ત્રણ વર્ષ સુધી રહે છે અને એક વર્ષમાં ત્રણ વાર તેને કટીંગ કરવામાં આવે છે. એક ટનમાં એક લીટર ઓઇલ નીકળે છે.   શ્રીકાંતભાઈએ કરેલ જીરેનીયમની ખેતીને જાેવા દૂર દૂરથી ખેડૂતો આવી રહ્યા છે. અમદાવાથી આવેલ ખેડૂત ફાલ્ગુનુભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમે પણ જીરેનીયમની ખેતીની શરૂઆત કરવાનું વિચારી રહ્યા છે.

Download Our B K News Today App



Related News