ડીસા માર્કેટયાર્ડમાં વરીયાળી અને જીરાની આવકમાં નોંધપાત્ર વધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-14 06:08:44
  • Views : 514
  • Modified Date : 2019-04-14 06:08:44

 બનાસકાંઠા જિલ્લાના
વેપારી મથક ડીસા માર્કેટયાર્ડમાં અન્ય પાકોની સાથે-સાથે જીરૂ અને વરીયાળીની આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ઘરઆંગણે અન્ય  માર્કેટયાર્ડ  કરતા  વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીની  લહેર જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં  મોખરાનું  સ્થાન  ધરાવતા ખેતીવાડી
ઉત્પન્ન બજાર સમિતિ તથા ડીસાના ચેરમેન માવજીભાઈ દેસાઈની સૂચનાથી ખેડૂતોને
 પોષણક્ષમ ભાવ મળે તે માટે ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા જાહેર હરાજીથી ખેડૂતોના માલનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતોને પણ અન્ય માર્કેટયાર્ડ કરતા ડીસા ખાતે ઘરઆંગણે પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે.
જેના લીધે ચાલુ વર્ષે ડીસા માર્કેટયાર્ડમાં અન્ય પાકોની સાથે-સાથે જીરૂ અને વરીયાળીની આવકમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ડીસા માર્કેટયાર્ડમાં દૈનિક ૪૦૦ થી ૫૦૦ બોરી જીરાની આવક નોંધાઇ રહી છે. જેથી એક મણના (પ્રતિ ૨૦ કિલોના) રૂપિયા ૨૮૦૦ થી ૩૦૦૦ ખેડૂતોને મળી રહ્યા છે. જ્યારે વરીયાળીની પણ દૈનિક ૨૦૦ થી વધુ બોરીની આવક નોંધાય છે. જેની સામે ૧૩૦૦ થી ૧૪૦૦ રૂપિયાનો ભાવ પ્રતિ ૨૦ કિલોએ ખેડૂતોને મળી રહ્યો છે.
આમ અન્ય માર્કેટયાર્ડ કરતા ડીસા માર્કેટયાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા અને ઘરઆંગણે સુવ્યવસ્થિત બજાર મળતા ખેડૂતોને વાહન ભાડાનો ખર્ચ બચતા આર્થિક ફાયદો થઇ રહ્યો છે તેમ સેક્રેટરી અમૃતભાઇ જોષીએ જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા... પાના નં.૮ ચાલુ...
અભિયાનની શરૂઆત કરાવી હતી. જ્યાં દાંતા મંડળના પ્રમુખ કુલદીપસિંહ, જગતસિંહ બારડ, પિનાકીનભાઈ ઓઝા તથા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ. જેમાં બપોરના સમયે અમીરગઢ મંડળમાં પણ જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ  હરેશભાઇ ચૌધરીની ઉપસ્થિતિમાં મહાસંપર્ક અભિયાનની શરૂઆત અમીરગઢ યુવા મોરચા દ્વારા કરવામાં આવી હતી. જ્ેમાં રામલાલ મીણા,કિરણસિંહ,દિનેશભાઇ ઠાકોર સહિતના લોકો ઉપસ્થિત રહેલ.

Download Our B K News Today App



Related News