જીરાના ભાવમાં મણે રૂ.1000 નું મોટું ગાબડું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 17:29:38
  • Views : 1813
  • Modified Date : 2019-11-14 17:29:38

ચાલુ વર્ષે જીરાના ભાવમાં સતત ઘટાડો જોવા મળતાં ખેડૂતોને પડયા પર પાટુ વાગી રહ્યું છે.ત્યારે ગત વર્ષ કરતાં મણે રૂ.1000 જેટલું સસ્તું જીરુ વેચવા મજબૂર બન્યા છે. જેમાં જો ગત વર્ષે આ સમયે જીરાનો ભાવ પ્રતિ મણ 3800 થી 4000 રૂપિયા હતો.જ્યારે વઢિયાર પંથકના ખેડૂતોને ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે સતત બે વર્ષ ખરાબ વર્ષને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.તેવી  સ્થિતિમાં રવી સીઝન માટે રૂપિયાની જરુરિયાત ઉભી થતાં ખેડૂતોએ પોતાના ઘેર સંગ્રહિત કરેલું થોડુંઘણું જીરું પણ સસ્તા ભાવે વેચવા માટે મજબૂર બન્યા છે.આમ પાટણ જિલ્લાના સમી, હારિજ માર્કેટયાર્ડમાં ખેડૂતો માત્ર 2000 થી 2700 રુપિયા જેટલા નીચાભાવે મજબૂરીને કારણે જીરૂ વેચવા મજબૂર બન્યા છે.આવી સ્થિતિમાં ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ નિર્માણ પામી છે.જેમાં ખેડૂત પરેશભાઈના જણાવ્યા મુજબ સારા ભાવ લેવા માટે દસ મણ જીરૂ સંગ્રહી રાખ્યું હતું પરંતુ રવી સીઝન માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થતાં નાછૂટકે સમી માર્કેટયાર્ડમાં સસ્તા ભાવે વેચવું પડ્યું હતું.આમ સમી માર્કેટયાર્ડમાં 100 બોરી જીરુની આવક થતાં સમી માર્કેટયાર્ડના વેપારી હસમુખભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે સમી માર્કેટયાર્ડમાં રોજ 100 બોરી જેટલું જીરૂ વેચવામાં આવે છે.જે સટ્ટા બજારમાં તેજી મંદીને કારણે વર્તમાનમાં ખેડૂતોને ગત વર્ષ કરતાં રૂ.1000 ઓછા એટલે કે 2500 થી 2700ના ભાવ મળી રહ્યા છે.જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. આમ ગઈ સાલ આ સમયે ખેડૂતોને જીરાનો ભાવ પ્રતિ મણ 3800 થી 4000 રૂપિયા મળતો હતો. જ્યારે આ વખતે ખેડૂતોને પ્રતિમણ માત્ર 2500 થી 2700 નો ભાવ મળી રહ્યો છે જે ખેડૂતો માટે પોષણક્ષમ ભાવ નથી.

Download Our B K News Today App



Related News