નેનાવા પાસે બિનવારસી જીપડાલાને લઇને અનેક સવાલો ઉભા થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 04:56:29
  • Views : 444
  • Modified Date : 2019-04-19 04:56:29

ધાનેરાના નેનાવા ભાંજણા માર્ગ ઉપર ચૂંટણીને લઇને
પલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ધાનેરા પી.એસ.આઇ. તેમજ તેમની ટીમે બિનવારસી જીપડાલુ ચોખાના ૭ કટ્ટા ભરેલ મળી આવ્યું હતું. પરંતુ હકીકત કંઇક અલગજ બહાર આવી રહી છે કે આ ડાલામાં ૧૫ કટ્ટા ચોખા તેમજ જીરાની બોરીઓ હતી. તો માત્ર સાત કટ્ટા મળ્યા, તો બીજો માલ પોલીસે કાઢી લીધો કે બારોબાર થયો તે બાબત ધાનેરામાં  ચર્ચાને એરણે ચડયો છે. પોલીસવડા આ બાબતે
તપાસ કરાવે તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. ધાનેરા પી.એસ.આઇ.વી.જી.પ્રજાપતિ તથા તેમની ટીમના માણસો નાઇટ પેટ્રોલિંગમાં ભાંજણાથી નેનાવા તરફ જઇ રહ્યા હતા. ત્યારે નેનાવા તરફ પોલીસની ગાડીની લાઇટ જોઇને કોઇક ઇસમો મહિન્દ્રા કંપનીનું પીકઅપ ગાડી રસ્તામાં મુકીને ભાગી છુટયા હતા. જેથી પોલીસે આ ગાડીની તપાસ કરતાં બિનવારસી મળી આવેલ અને તેમાં ચોખાના તાજ કંપનીના માર્કાના ૭ કટ્ટા કિંમત રૂ. ૭૦૦૦ ના મળી આવતાં પોલીસે ગાડીને બિનવારસી તરીકે કબ્જે લીધી હતી અને તે અંગેની ફરિયાદ દાખલ કરી હતી. પરંતુ  આ ગાડીમાં ચોખાના ૧૫ કટ્ટાઓ અને જીરાની બોરીઓ પણ ભરેલ હતી અને જ્યારે પોલીસે આ ગાડીનો પીછો કરીને ગાડી ઉભી રખાવી ત્યારે તેમાંથી અંધારાનો લાભ લઇને ઇસમો ફરાર થઇ ગયા હતા અને તેને પાયલોટીંગ આપનાર ગાડી પણ હતી તેવી ચર્ચાઓ છેડેચોક થવા લાગી છે. તેમજ આ ગાડી પકડયા પછી કેટલાંક કલાકો અંડરગ્રાઉન્ડ રાખવામાં આવી હતી અને તેમાં ભરેલ ચોખાના કટ્ટામાંથી માત્ર સાત કટ્ટા જ પોલીસ મથકે બતાવવામાં આવ્યા છે. જ્યારે બાકીનો માલ કોણે સગેવગે કર્યો તે બાબતે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે કે આ માલ સગેવગે કરવામાં કોણ કોણ સામેલ છે તે બાબતે પોલીસવડા તપાસ કરાવે તો કેટલાંય નામો બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News