કરફર્યુને બનાસકાંઠા જિલ્લામાં વ્યાપક આવકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 11:30:19
  • Views : 392
  • Modified Date : 2021-04-24 11:30:19

કોરોના વૈશ્વિક મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે અને આ કોરોના સંક્રમણની બીજી લહેરમાં સંક્રમણ પણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે બનાસકાંઠા જિલ્લામાં લોકોએ સ્વૈચ્છીક જનતા કરફ્યું જાહેર કરી
પોતાના વેપાર-ધંધા બંધ રાખી લોકોને ઘરમાં રહેવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર  આનંદ
પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે પ્રાંત અધિકારીઓએ શહેરના વેપારી એસોસિએશનો સાથે બેઠક યોજી પાલનપુરમાં તા. ૨૩ થી ૨૭ એપ્રિલ-૨૦૨૧ એમ કુલ પાંચ દિવસનું જનતા કરફ્યુ રાખી દુકાનો બંધ રાખવાનો વેપારીઓ દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટીતંત્રની વાતને વધાવી લઇ પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ સહિત જિલ્લાના મોટા શહેરોમાં સ્વયંભૂ પાળવામાં આવેલા જનતા કરફ્યુંને વ્યાપક આવકાર મળતાં કોરોના સંક્રમણની સાંકળ તોડવામાં મદદ મળશે. શુક્રવારે પાલનપુર વેપારી એસોસિએશન દ્વારા પાલનપુર શહેરની જનતાને કરફર્યુનું
પાલન કરવા અપીલ કરતાં બોર્ડ પણ વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા હતાં. જેની ખુબ સારી અસર પડતા લોકોએ જનતા કરફર્યુના પ્રથમ દિવસથી જ ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે. જેની ચોમેર પ્રસંશા થઇ રહી છે અને લોકો પણ માની રહ્યાં છે કે કોરોનાની ચેઇન તોડવા ઘરમાં રહેવું ખુબ જરૂરી છે.

Download Our B K News Today App



Related News