બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનું જાેર વધ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:30:15
  • Views : 301
  • Modified Date : 2020-12-18 11:30:15

બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી ઉત્તર પૂર્વિય પવનને કારણે ઠંડીમાં ફરી વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દિવસે સામાન્ય ગરમી તેમજ રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  નલિયાનું લઘુત્તમ તાપમાન ૮.૫ ડિગ્રી પહોંચી જતા નલિયાવાસીઓ ઠુંઠવાઇ ગયા હતા. આ ઉપરાંત ડીસાનું લઘુતમ તાપમાન ઘટી ૧૧.૨ ડિગ્રીએ પહોંચી જતા વહેલી
પરોઢે જાેરદાર ઠંડી વર્તાઇ હતી. ત્યારે આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગ સેવી રહ્યું છે.
સમગ્ર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ઉત્તર પૂર્વીય પવન
ફૂંકાતા દિવસ અને રાત્રીનું
તાપમાન સતત ઘટી રહ્યું છે જેના કારણે ઠંડી વધી હતી. વહેલી
પરોઢથી જ સમગ્ર જિલ્લામાં
ફૂંકાયેલા ઠંડા અને સુકા પવનને કારણે મોડી રાત્રીથી વહેલી
પરોઢ સુધી કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે  ત્રણ દિવસ દરમિયાન ખાસ કરીને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારામાં જાેરદાર ઠંડી પડે તેવી શક્યતાઓ છે અને કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનનો પારો ૫ ડિગ્રીની નીચે સરકી જાય તેવી પણ વકી છે.  જ્યારે આગામી ૨૪ કલાક દરમિયાન ડીસાનું લઘુતમ
તાપમાન ૧૧ ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યના વિવિધ શહેરના લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રીની આસપાસ રહેતા મોડી રાત્રીથી વહેલી પરોઢ સુધી ફુલગુલાબી ઠંડીનો માહોલ જાેવા મળ્યો હતો. જેમાં ડીસા ૧૧.૨,  અમદાવાદ ૧૪.૧, વડોદરા ૧૫.૦,
પોરબંદર,  નલિયા ૮.૫, સુરત ૧૭.૦, વલસાડ ૧૩.૦,
રાજકોટ ૧૧.૪, ભૂજ ૧૧.૨ ડિ.સે., ભાવનગર ૧૫.૬, ગાંધીનગ ૧૧.૫,  અને કંડલા એરપોર્ટ પર  લઘુત્તમ
તાપમાનનો પારો ૧૨ ડિગ્રી
પર સ્થિર રહ્યું હતું.

Download Our B K News Today App



Related News