ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીના પોકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 11:19:03
  • Views : 325
  • Modified Date : 2021-03-21 11:19:03

ઉનાળાની શરૂઆત થતાં ધાનેરા તથા દાંતિવાડાના મોટા ભાગના ગામડાઓમાં પીવાના પાણીના પોકાર પડે તેવી સ્થીતી ઉભી થતાં આ વિસ્તારને પાણી માટે ધાનેરા ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં ઉગ્ર રજુઆત કરવામાં આવેલ અને અગાઉ કરેલ યોજનાઓ માત્ર શોભા સમાન પણ ગણાવી હતી. હાલમાં પાણી માટે તાત્કાલીક ધોરણે કામગીરી કરવા માટે રજુઆત કરવામાં આવી છે.
બનાસકાંઠા જીલ્લાના
પૂર્વના તાલુકા જેવા કે ધાનેરા, દાંતિવાડા, પાલનપુર, વડગામ જેવા તાલુકાઓમાં પાણીના તળ ઉંડા જતા ખેતી કરવી મુશ્કેલ બનેલ છે. તેમજ આ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા પણ વિકટ બનનાર છે. જેને લઇને ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલે વિધાનસભામાં પીવાના પાણી બાબતે પોતાની ધારદાર રજુઆતો કરી હતી જેમાં જણાવેલ કે સરકાર દ્વારા અગાઉ નર્મદાની કેનાલ થી બનાસ અને સિપુ ડેમમાં પાણી નાંખવા માટે પાઇપલાઇન નાંખવામાં આવેલ પરંતુ જ્યારે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યા ત્યારેજ આ પાઇપ લાઇન દ્વારા પાણી આવ્યું હતું ત્યાર પછી ૭ વર્ષ થવા છતાં પાણી નાંખવામાં આવેલ નથી. ધાનેરા વિધાનસભા મત વિસ્તારમાં બે ડેમ આવેલા છે
પરંતુ આ વિસ્તારને આનો લાભ મળતો નથી અને જ્યાં નર્મદાની કેનાલો છે ત્યાં  આ લાભ મળે છે તો આ ડેમના પાણીનો લાભ પણ આ મત વિસ્તારને મળે તેવી ઉગ્ર રજુઆતો કરાઇ હતી.

Download Our B K News Today App



Related News