કોરોના રસી લેવામાં બીજા રાઉન્ડમાં જિલ્લામાં ઓટ આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-20 12:07:25
  • Views : 321
  • Modified Date : 2021-01-20 12:07:25

ગાંધીનગર જિલ્લામાં ગત શનિવારે સરકારના મંત્રીઓ દ્વારા કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી હતી. જેમાં જિલ્લામાં સારી માત્રામાં કર્મચારીઓએ રસી લેવા ઉત્સાહ બતાવ્યો હતો. પરંતુ રસીકરણના બીજા રાઉન્ડમાં કર્મચારીઓમાં ઓછા ઉત્સાહને લઇને ઓટ આવી છે. જેટલા કર્મચારીઓને રસી આપવામાં આવી છે તેમને સમજાવવા પડી રહ્યા છે. મંગળવારે શહેર સહિત જિલ્લામાં ૧૫૩ લોકોએ રસી લીધી હતી.
કોરોના રસીની હાલમાં કોઇ આડ અસરજાેવા મળી નથી. સરકારી આંકડા પ્રમાણે સામાન્ય દુઃખાવાની ફરિયાદ સિવાય કાઇ બનાવ સામે આવતો નથી. તેમ છતા સારવાર કરતા કર્મચારીઓ જ રસી લેતા ડરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં મંગળવારે રસીકરણનો બીજાે અધ્યાય શરૂ કર્યો હતો. જેમાં ગાંધીનગર સિવિલમાં આજે ૫૦ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન કરાયુ હતુ, તે તમામ સ્ટાફે  રસી લીધી હતી. જેમાં આરએમઓ ડૉ. સુધા, આસીસ્ટન્ટ આરએમઓ ડૉ. કલ્પેશ જસપરા સહિતના સ્ટાફે રસી લીધી હતી. જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં દહેગામ તાલુકાના રખિયાલમાં ૨૫, માણસાના ચરાડામાં ૨૦,  કલોલના નારદીપુરમાં ૩૩ અને ગાંધીનગરના અડાલજમાં ૨૫ કર્મચારીઓએ રસી લીધી હતી. પરિણામે સ્પષ્ટ જાેવા મળી રહ્યુ છેકે, રસીકરણના બીજા રાઉન્ડમાં લાભાર્થીઓની સંખ્યામા ઘટાડો જાેવા મળી રહ્યો છે. પહેલા દિવસે સરકાર દ્વારા શુભારંભ કરાવ્યો હતો એટલે રસીનો આંકડો વધુ થયો હતો. પરંતુ હવે આરોગ્યના કર્મચારીઓ જ રસી લેતા ડર અનુભવી રહ્યા છે. ત્યારે આરંભે શુરા જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.  જિલ્લામાં ત્રીજાે રાઉન્ડ આગામી ૨૧ જાન્યુઆરીના રોજ યોજાશે. જેમાં ગાંધીનગરના છાલા, સાદરા, દહેગામ અને કલોલના ડીંગુચા સામૂહિક આરોગ્ય કેન્દ્રમા રસીકરણ શરૂ કરાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાે આરોગ્ય કર્મીઓ રસી લેવાની તૈયારી નહિ બતાવે તો શિક્ષકો અને પોલીસ કર્મચારીઓને રસી આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News