જિલ્લામાં પોઝિટિવ કેસની આંક ૧૧,૩૪૩ પર પહોંચી, રાજકોટમાં ૬ના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-19 11:38:02
  • Views : 332
  • Modified Date : 2020-10-19 11:38:02

  રાજકોટમાં ૨૪ કલાકમાં ૬ દર્દીના કોરોનાથી મોત થયા છે. જ્યારે રાજકોટ સહિત જિલ્લાભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૧,૩૪૩ પર પહોંચી ગઈ છે. માત્ર રાજકોટ શહેરમાં જ પોઝિટિવ કેસની સંખ્યા ૭,૭૦૦ને પાર પહોંચી ગઈ છે. જો કે જિલ્લાભરમાં કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યાં હોવાથી ખાલી બેડની સંખ્યા વધી રહી છે.

  રાજકોટમાં કોરોનાના ૭ મહિના પૂરા થયા છે. ૧૯મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો અને ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લાભરમાં ૧૧,૩૪૩ કેસ થઇ ચૂક્યા છે. ઓગસ્ટ માસના અંતમાં કુલ કેસની સંખ્યા ૧૦૦ને પાર થઈ હતી અને ત્યારબાદ સતત ૧૨૫થી ૧૫૦ની વચ્ચે કેસ આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી કુલ કેસની સંખ્યા સતત ઘટી રહી છે અને રવિવારે તો નવા ૯૭ કેસ નોંધાયા છે. જે બે મહિનામાં સૌથી ઓછા છે.

   રવિવાર સવારની સ્થિતિએ છેલ્લા ૨૪ કલાકમાં ૭નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કુલ મોતની સંખ્યા ૧૫૩ કરતા પણ વધી ગઈ છે. રાજકોટમાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઘટી રહ્યા હોવાથી ખાલી બેડની સંખ્યા વધી રહી છે હાલની સ્થિતિએ ૧,૮૦૩ બેડ ખાલી છે. ખાનગી કે સરકારી હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા માટે ફોન આવતા બંધ થઈ ગયા છે તેમજ ખાનગી હોસ્પિટલને લગતી ફરિયાદ પણ નોંધાઈ રહી નથી. હવે લોકોએ જાગૃતતા દાખવવી જરૂરી છે.

 

Download Our B K News Today App



Related News