ગાંધીનગર શહેરમાં ૩, ગ્રામ્યમાં ૫ કેસો સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-07 12:15:34
  • Views : 289
  • Modified Date : 2021-02-07 12:15:34

ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં  કોરોના
પોઝિટિવનાં ૫ કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ઘણાં સમય પછી પેથાપુરમાં ૩ કેસો નોંધાવાં સાથે એકટીવ દર્દીઓમાં પણ સામાન્ય વધારો થયો છે. જ્યારે ગાંધીનગર શહેરમાં  માત્ર ૩ કેસો નોંધાતાં ગાંધીનગર જિલ્લામાં કોરોના પોઝિટિવનાં માત્ર ૮ કેસો નોંધાયાં છે. ગાંધીનગર જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં  કોરોનાનાં ૫ કેસો નોંધાયાં છે. જેમાં ગાંધીનગર તાલુકામાં પેથાપુર ખાતે એકસાથે ૩ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. પેથાપુરમાં ૭૦ વર્ષીય વૃદ્ધ તેમજ ૫૧ અને ૬૨ વર્ષીય મહિલાઓને કોરોના થયો છે. માણસા તાલુકાનાં બોરૂમાં ૪૮ વર્ષીય ગૃહિણી તેમજ બાપુપુરામાં ૨૨ વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયાં છે.
ગાંધીનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી જવા છતાં ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા વધીને ૩૦ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં  ૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં અત્યાર સુધીમાં કુલ ૪૦૨૨ દર્દીઓને રજા
આપવામાં આવી છે. ગાંધીનગર શહેરમાં  કોરોના
પોઝિટિવનાં ૩ નવા કેસો નોંધાયાં છે. જ્યારે ગાંધીનગર શહેરમાં બે જ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News