ગાંધીનગર શહેરમાં ૨૫, ગ્રામ્યમાં ૩૦ સાથે જિલ્લામાં ૫૫ કોરોના પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-08 10:57:10
  • Views : 294
  • Modified Date : 2020-12-08 10:59:11

ગાંધીનગર શહેરમાં ૨૫ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે નવા ૩૦ કેસો સાથે ગાંધીનગર જિલ્લામાં આજે ૫૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે રાજ્ય સરકારની યાદી પ્રમાણે ગાંધીનગર શહેરમાં ૨૭ તેમજ ગ્રામ્યમાં ૪૪ નવા કેસો સાથે જિલ્લામાં કુલ ૭૧ કોરોના
પાઝિટિવ કેસો નોંધાયા છે.
ગાંધીનગર ગ્રામ્યમાં  નોંધાયેલા ૩૦ કેસોમાંથી ગાંધીનગર તાલુકામાં ૧૨ કેસો નોંધાયા છે. જેમાં સુઘડમાં ૩ અને આલમપુરમાં નવા બે કેસો નોંધાયા છે. આ ઉપરાંત વાસણા હદમતીયા, મોતીપુરા, કોલવડા, રાંધેજા, ભાટ, રાંદેસણ  અને ઉનાવામાં નવા એક એક કેસો નોંધાયા છે.  માણસા તાલુકામાં પુનધ્રા અને માણસા શહેરમાં નવા બે બે કેસો નોંધાયા છે.
દહેગામ તાલુકામાં  નવા ૩ કેસો નોંધાયા છે. જેમાં દહેગામ શહેરમાં એક તેમજ ખાનપુરમાં નવા બે કેસો નોંધાયા છે. જ્યારે કલોલ તાલુકામાં નવા ૧૧ કેસો નોંધાતાં ફફડાટ ફેલાયો છે. કલોલ શહેરમાં ૮ તેમજ કલોલ તાલુકાનાં મોખાસણમાં ૨ અને આરસોડિયામાં નવા એક કેસો નોંધાયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં એક્ટીવ દર્દીઓની સંખ્યા ઘટીને ૧૬૨ થઈ ગઈ છે. જ્યારે ગ્રામ્યમાં આજે ૧૭ દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવતાં કુલ ૩૧૨૨ને રજા આપવામાં આવી છે.
ગાંધીનગર શહેરમાં  ૨૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં  જી.ઈ.બી.માં ૬ તેમજ સેક્ટર ૨માં ૪ અને ૩માં નવા ૩ કેસો નોંધાતા ફફડાટ ફેલાયો છે. જ્યારે સેક્ટર ૨૨માં નવા ૨ કેસો નોંધાયા છે. આ ઉપરાંત ૪, ૭, ૧૨, ૧૩, ૨૩, ૨૪, ૨૫ અને ૨૭માં નવા એક એક કેસો નોંધાયા છે. ગાંધીનગર શહેરમાં આજે ૨૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News