કોરોના વેક્સિનને લઈ બનાસકાંઠા જિલ્લા વાસીઓના મંતવ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:07:10
  • Views : 271
  • Modified Date : 2020-12-06 11:07:10

સમગ્ર વિશ્વમાં હાલ લોકો જાે સૌથી મોટી બીમારીનો સામનો કરી રહ્યા હોય તો તે કોરોનાવાયરસ હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના કારણે લોકોના જનજીવન પર મોટી અસર જાેવા મળી રહી છે. રોજેરોજ મોટી સંખ્યામાં કોરોના વાયરસના કેસો સામે આવી રહ્યા છે. સાથે સાથે કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હાલમાં સતત કોરોના વાયરસનો કહેર વધતા ભયનો માહોલ જાેવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકો કોરોનાવાયરસથી બચી શકે તે માટે રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે પરંતુ લોકોની જ ગંભીર બેદરકારીના કારણે કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ બાબતે જાે હજુ પણ લોકો ધ્યાન નહીં રાખે તો આગામી સમયમાં કોરોનાવાયરસના કેસોમાં વધારો થવાની શક્યતાઓ જાેવા મળી રહી છે.
કોરોના વેક્સિન મામલે તંત્ર તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે લોકોમાં પણ અનેક આશાઓ બંધાઈ છે. લોકોની આશા છે કે કોરોના મહામારીથી વેક્સિન આવે તો જ છુટકારો મળે તેમ છે. સરકારી કોરોના વેક્સિન વિકસાવવાની તૈયારી કરી રહી છે. ત્યારે લોકોને પણ આશા બંધાઈ છે કે હવે જલ્દીથી જલ્દી આ મહામારીથી છુટકારો મળશે. લોકો અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર ગરીબ લોકોને મફત વેક્સિનેશન કરાવે. તેમજ જે કોરોના વોરીયસ છે તેમને પણ વેકસીનેશનમાં અગ્રીમતા આપવામાં આવે. સરકારે સુચારૂ આયોજન કરી કોરોના વેકસીનેશન કરાવે તો મહામારીથી દેશ અને રાજ્ય મુક્તિ મેળવી શકે.

Download Our B K News Today App



Related News