વિકાસ માટેની જાગૃતતાનો કોઇ તોડ નથી જિલ્લા કલેકટર કૃલદીપ આર્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-02 10:54:06
  • Views : 346
  • Modified Date : 2020-03-02 10:54:06

સરકાર પ્રજાને દ્વારે એ અભિગમ સાથે ઉનાવા ગામે યોજાયેલ રાત્રિ ગ્રામ સભામાં ગ્રામજનો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભાળ્યા બાદ
અધ્યક્ષસ્થાનેથી બોલતાં જિલ્લા કલેકટર  કુલદીપ આર્યએ જણાવ્યું હતું કે, ગ્રામ લોકોની વિકાસ માટેની જાગૃતતાનો કોઇ તોડ નથી, જયાં લોકો શિક્ષિત છે. ત્યાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારીથી મહત્તમ લાભ મેળવી શકે છે.
ઉનાવા ગામના લોકોએ રોડ-રસ્તા-વીજળી-
પાણી-શિક્ષણ તેમજ આરોગ્યની માળખાકીય સુવિઘાઓ ઉપલબ્ઘ હોઇ કોઇ માંગણી કરી નથી. જે ગામ માળખાકીય સુવિઘાઓથી સજ્જ છે. અને વિકાસમાં અગ્રેસર થઇ સર્વાંગી વિકાસ સાઘી શકે છે.
તેમણે વઘુમાં જણાવ્યું કે મે અત્યાર સુઘીમાં ચાર રાત્રિસભા ભરી છે. પણ સૌથી મોટી સંખ્યામાં  ઉનાવા ગ્રામજનો હાજર રહીને ગ્રામ સ્વરાજયની હાર્દસમી ગ્રામસભામાં
ઉત્સાહપૂર્વક ભાગ લઇ પ્રશ્નોની રજૂઆત કરી છે. જે ગ્રામજનોની જાગૃતતા દર્શાવે છે. તેમણે રજૂ થયેલ પ્રશ્નોને હકારાત્મક અભિગમ સાથે વિચાર-વિમર્શ કરી ઉકેલ લાવવા ઉપસ્થિત સબંધિત અઘિકારીઓને સૂચના આપી હતી.
આ સભામાં કલેકટરના હસ્તે બેટી પઢાવો... બેટી બચાવો યોજના અંતર્ગત ઉનાવા ગામની ઉચ્ચ શિક્ષણ મેળવતી દિકરીઓ ઘ્રુવી મુકેશભાઇ પ્રજાપતિ, સિધ્ધી ઘનશ્યામભાઇ પટેલ, વિરલબેન ભરતભાઇ અને ખુશી શૈલેષભાઇ ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અઘિકારી આર.આર.રાવલે જણાવ્યું કે  જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર તમારે આંગણે તમારી રજૂઆતો સાંભળવા આવ્યું છે. તમારી રજૂઆતો સામે સરકારની પણ સમગ્ર ગ્રામિણ વિકાસની
અપેક્ષાઓ છે. તેના માટે શિક્ષણ એક જ વિકાસનો મહામંત્ર
છે.
અગાઉ શિક્ષણની સુવિઘાઓ ન હતી. એટલે જાગૃતતાનો અભાવ હતો. આજે તમામ સુવિઘાઓ ઉપલબ્ઘ છે. જેથી ગામનું કોઇ પણ બાળક શિક્ષણ અને પોષણથી વંચિત રહેવું જોઇએ નહી, પણ બે કુળનો દીપ પ્રજ્વલિત કરતી દિકરીઓ અને માતૃશક્તિ હોઇ કરિયાવરમાં શિક્ષણની ડિગ્રી આપવા પર ભાર મુક્યો હતો.
આ પ્રસંગે ખેતીવાડી, આરોગ્ય, દિવ્યાંગો, વૃઘ્‌ઘો, વિધવાઓ અને અનાથ બાળકોની, પ્રધાનમંત્રી માતૃવંદના, વ્હાલી દિકરી, બેટી વઘાવો યોજના, પ્રઘાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, રૂટ કોપ સોલાર યોજના જેવી વિવિધ યોજનાઓની સમજ સબંઘિત અઘિકારીએ વિસ્તૃત માહિતી આપી હતી.
રાત્રિ ગ્રામસભામાં નિવાસી અઘિક કલેકટર  એચ.એન.જાડેજા સહિત જિલ્લાના તમામ લાઇન
ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News