પાલનપુર મુકામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરોની સમીક્ષા બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-05 06:30:24
  • Views : 557
  • Modified Date : 2019-04-05 06:30:24

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત પાલનપુર મુકામે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  સંદિપ સાગલેના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરોની બેઠક યોજાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તથા ચૂંટણીના સરળ સંચાલન અને દેખરેખ માટે જુદી જુદી કામગીરી પ્રમાણે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ૨૬ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરવામાં આવી છે. આ નોડલ ઓફિસરોને સોંપાયેલ કામગીરી અન્વયે તેમના દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવા પાલનપુર કલેકટર કચેરીના મીટિંગ હોલમાં બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે નોડલ ઓફિસરોને જે કામગીરી સોંપવામાં આવી છે તે કામગીરી ખુબ જ ખંત અને ચીવટથી કરે તે જરૂરી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બનાસકાંઠા દ્વારા જિલ્લા વિકાસ અધિકારીની નોડલ ઓફિસર ખર્ચ નિયંત્રણ અને જિ. પંચાયતના હિસાબી અધિકારીની મદદનીશ નોડલ ઓફિસર ખર્ચ નિયંત્રણ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત નિવાસી અધિક કલેકટર, બનાસકાંઠાની નોડલ ઓફિસર મેનપાવર મેનેજમેન્ટ, બનાસકાંઠા જિલ્લા આયોજન અધિકારીની નોડલ ઓફિસર ઇ.વી.એમ. અને વીવીપીએટી મેનેજમેન્ટ, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર અને વિભાગીય નિયામક એસ. ટી. ડીવીઝન પાલનપુરની નોડલ ઓફિસર ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, પ્રોજેકટ ઓફિસર ટ્રાયબલ સબપ્લામન પાલનપુરની નોડલ ઓફિસર ટ્રેઇનિંગ મેનેજમેન્ટ, બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીની નોડલ ઓફિસર મટીરીયલ મેનેજમેન્ટ, બનાસકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની આચારસંહિતાના ડીસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરાઇ છે.કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન(રાજય) પાલનપુરની નોડલ ઓફિસર ઓબ્ઝર્વર, નાયબ પોલીસ અધિક્ષક હેડ કવાર્ટર, પાલનપુરની નોડલ ઓફિસર કાયદો અને વ્યવસ્થા, નાયબ કલેકટર અછતની નોડલ ઓફિસર બેલેટ પેપર, ડમી બેલેટ અને પોસ્ટલ બેલેટ, નાયબ માહિતી નિયામકની નોડલ ઓફિસર મીડિયા, એન.આઇ.સી. ઓફીસર પાલનપુરની નોડલ ઓફિસર કોમ્પ્યુરટરાઇઝેશન, મદદનીશ ભુસ્તર શાસ્ત્રીની નોડલ ઓફિસર હેલ્પલાઇન અને કમ્પ્લેઇન રીડ્રેસલ, કાર્યપાલક ઇજનેર સિંચાઇ પાલનપુરની નોડલ ઓફિસર એસએમએસ મોનીટરીંગ અને કોમ્યુનીકેશન પ્લાયન, કાર્યપાલક ઇજનેર મા. અને મ. (પંચાયત) પાલનપુર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ડીસ્ટ્રીક્ટ નોડલ ઓફિસર સ્ટાફ વેલ્ફેર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી (રાજય) પાલનપુરની નોડલ ઓફિસર સ્વીપ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પાલનપુરની નોડલ ઓફિસર પી. ડબલ્યુ. ડી મતદારો, સરકારી શ્રમ અધિકારી (ઉધોગ)ની નોડલ ઓફિસર માઇગ્રેટરી વોટર અને વેબકાસ્ટીંગ, નાયબ કલેકટર  મ.ભો.યો.ની નોડલ ઓફિસર સિંગલ વિન્ડો સીસ્ટમ, જનરલ મેનેજર ભારત સંચાર નિગમ લિ. ની નોડલ ઓફિસર સંદેશા વ્યવહાર, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન (રાજય)ની નોડલ ઓફિસર કાઉન્ટીંગ વ્યવસ્થાપન તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નોડલ અધિકારીઓ દ્વારા કરવામાં કામગીરીનો અહેવાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.   બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.એ. શાહ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વાય.પી. ઠક્કર સહિત વિવિધ સમિતિના નોડલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.  


Download Our B K News Today App



Related News