જીજી વિદ્યાસંકુલ - ડીસામાં ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 12:10:50
  • Views : 443
  • Modified Date : 2019-07-19 12:10:50

  ડીસા ષાઢ સુદ પૂનમ એટલે વેદોને વ્યવÂસ્થત કરનાર વેદવ્યાસની અવતરણતિથિ - પ્રાગટયોત્સવ જન્મજયંતિ અને જયાં ભજન સંધ્યા હોય ત્યાં લખમાજી માળી રચિત ભજન ન ગવાય એવું બને જ નહી. એવા માળી સમાજના કુલભુષણ અને સંતશિરોમણી-બાબા રામદેવપીરના અખંડ ઉપાસક લખમાજી માળી પણ અષાઢી પૂનમે જન્મ્યા હતા. જીજી વિદ્યાસંકુલ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના  સંચાલક નવિનભાઈ માળી અને કેમ્પસ ડાયરેકટર એમ.પી. દાદાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ગુરૂવંદના કાર્યક્રમનો શુભારંભ થયો. સ્વાગત ગીત - પ્રાર્થના પુજામાળી, ચેતનામાળીએ રજૂ કરી હતી. ત્યારબાદ ચામુંડા કેરિયર એકેડમીના સંચાલક ભરતભાઈ ભાટીએ ધાર્મિક વાતો રજૂ કરી ગુરૂમહિમા સમજાવ્યો. ગુરૂમહિમાનું સુંદર ભજન મધુર અવાજમાં જ્યોત્સનાબેને રજૂ કર્યુ ત્યારબાદ કિષ્ના કેરિયર કલાસીસના સંચાલક જિતેન્દ્રભાઈ ટાંક દ્વારા માળી સમાજના અણમોલ રતન સમા ગોરધનભાઈ માળીના સંસ્મરણો યાદ કરાયા. હિન્દીમાં પ્રવચન રજૂ કરાયુ હતુ. ગુરૂવંદના કાર્યક્રમના પુનિત અવસરે ચેતનમાળી દ્વારા તૈયાર કરાયેલ ત્રણ બુકલેટનું વિમોચન કરાયુ હતુ. કોચ જિતેન્દ્રભાઈ માળી, અને રેવન્યુ તલાટી સુરેશભાઈ માળીએ પ્રાસંગિક ઉદ્‌બોધન કર્યુ હતુ. આભારવિધિ વિસ્તરણ અધિકારી કમલેશભાઈ ગેલોતે કરી હતી. ત્યારબાદ સૌ કોઈને મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતુ. સૌ કોઈ સાથે મળી મસ્તીથી નાંચ્યા હતા. ગુરૂવંદના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં તાલીમાર્થી ભાઈ - બહેનોએ હાજર રહી પ્રસંગની શોભા વધારી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન જયંતીભાઈ માળીએ કર્યુ હતુ. 



Download Our B K News Today App



Related News